એન્ટરટેઇનમેન્ટ

કહી દે ને પ્રેમ છે: એક પ્રણયસભર ગાથા

સ્ટાર કાસ્ટ- વિશાલ સોલંકી, યુક્તિ રાંદેરિયા, હિના વાર્ડે અને સ્મિત પંડયા
તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “કહી દે ને પ્રેમ છે” એ બૉલીવુડ ફિલ્મોનો ટચ આપતી પ્રણયસભર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો પોતાના સપનાં પૂરા કરવા ની ધગશ લઈને એક નાનકડા ગામમાં રહેતી અંજલિ (યુક્તિ રાંદેરિયા) શહેરમાં આવી પહોંચે છે જ્યાં તેની મુલાકાત જાણીતા યુવાન ઉદ્યોગપતિ આદિત્ય (વિશાલ સોલંકી)સાથે થાય છે. પ્રથમ મુલાકાતમાં જ બંને વચ્ચે ગેરસમજ જન્મે છે અને તેની સાથે બન્નેને એકબીજા પ્રત્યે અણગમો થાય છે પણ એજ અણગમો આગળ જતાં એક તરફી પ્રેમમાં પરિણમે છે. અંજલિ મનોમન આદિત્યને પ્રેમ કરવા લાગે છે અને જ્યારે એ એના પ્રેમ નો એકરાર કરે છે ત્યારે આદિત્ય જણાવે છે કે એના જીવન માં કોઈ વ્યક્તિ પહેલેથી જ છે. તૂટેલા હ્રદય સાથે અંજલિ વાસ્તવિકતા નો સ્વીકાર કરે છે પણ જ્યારે એને જાણ થાય છે કે જે વ્યક્તિ ને આદિત્ય ગળાડૂબ પ્રેમ કરે છે તે તો દુનિયામાં હયાત જ નથી એક અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અંજલિ ના હૃદયને વધુ આઘાત લાગે છે કે શા માટે આદિત્ય એ સત્ય સ્વીકારવા તૈયાર નથી? શા માટે આદિત્ય એ એને હકીકત ના જણાવી? શા માટે આદિત્યએ એના પ્રેમનો સ્વીકાર ના કર્યો? આ બધા સવાલોના જવાબ શોધવા તો દર્શકો એ ફિલ્મ જોવી જ રહી…

યુક્તિ રાંદેરીયાએ પોતાની દમદાર એક્ટિંગ દર્શાવી છે અને પોતાના પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપ્યો છે. યુક્તિ ણ એવિશલ સિવાય આ ફિલ્મમાં સ્મિત પંડ્ય અને હિના વાર્ડે છે જેઓએ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મના એક-એક ડાયલોગ્સ ખૂબ જ સારી રીતે લખાયા છે અને દરેક અતરોએ તેને સારી રીતે એક્ઝિક્યુટ પણ કર્યા છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક નિશિથ કુમાર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક જાણીતા મ્યુઝિશિયન પાર્થ ભરત ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મમાં 4 મુખ્ય ગીતો છે. આ ગીતો બોલિવૂડના જાણીતા ગાયક શાન, અભય જોધપુરકર,અંતરા મિત્રા, ઈશાની દવે, ઐશ્વર્યા મજમુદાર અને આનંદી જોશીના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ છે.

ઓવરઓલ સંપૂર્ણપણે જોવાલાયક ફિલ્મ છે “કહી દે ને પ્રેમ છે”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button