ધર્મ દર્શન
પ્રથમ ગૌ રક્ષક વીર તેજાજી મહારાજના બલિદાન દિવસ પર નીકળી ભવ્ય શોભાયાત્રા
સુરત: પ્રથમ ગૌ રક્ષક એવા શ્રી વીર તેજાજી મહારાજના બલિદાન દિવસ તેજ દશમીના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગુજરાત યુવા બોર્ડના સદસ્ય નરેન્દ્ર ચૌધરી દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા વિનાયક હાઇટ્સની સામે એસએમસી ગાર્ડન થી શરૂ થઈ હતી અને મહારાણા પ્રતાપ ચૌક વીર તેજાજી ગાર્ડન થઈ રાજસ્થાન જાટ ચેરીટેબલ ટ્રસ્ટ સમાજ ભવન પરવત પાટીયા ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્ર પ્રેમી ભાઈઓ અને બહેનો જોડાયા હતા.