સુરતના વિદ્યાર્થીઓએ Yi સુરતની શહેરી સ્તરની યૂથ પાર્લામેન્ટ 2025માં ઉત્સાહભેર ભાગ લીધો

સુરતના વિદ્યાર્થીઓએ Yi સુરતની શહેરી સ્તરની યૂથ પાર્લામેન્ટ 2025માં ઉત્સાહભેર ભાગ લીધો
સુરત, 21 જૂન, 2025 : યંગ ઇન્ડિયન્સ (Yi) સુરતે કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)ના નેજા હેઠળ ઑરો યુનિવર્સિટી ખાતે યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ (YiP)ના સિટી રાઉન્ડનું આયોજન કર્યું છે. બે દિવસ ૨૧ અને ૨૨ જુન ૨૦૨૫ માટે યોજાયેલા વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ભારતીય સંસદના વિશિષ્ટ પ્રકારના અનુકરણમાં ભાગ લેવા માટે સુરત શહેરની કેટલીક પ્રમુખ શાળાના વિદ્યાર્થી નેતાઓ એકઠાં થયાં છે.
Yi પાર્લિયામેન્ટ એ ફક્ત એક મોડેલ નથી તે એક ચળવળ છે. નાગરિકોને જાગૃત કરવા, લોકશાહી ઢબે સંવાદ સાધવા અને યુવાનોને નેતૃત્ત્વ માટે પ્રેરિત કરવાના મિશનની સાથે YiP શાળાના વિદ્યાર્થીઓને વિશ્વની વાસ્તવિક સમસ્યાઓને ઉકેલવા અને શાસનની જટિલતાઓમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ બનાવે છે.અલ્કેમી સ્કુલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કુલ, અગ્રવાલ વિદ્યાવિહાર અને રાયન ઇન્ટરનેશનલ સ્કુલ જેવી શાળાઓના વિદ્યાર્થીઓ નીતિગત બાબતો પર ચર્ચા કરી રહ્યાં છે, વિધેયક રજૂ કરી રહ્યાં છે તથા ક્લાઇમેટ એક્શનથી માંડીને ડિજિટલ અધિકારો અને શૈક્ષણિક સુધારાઓ સુધીના વિવિધ મુદ્દાઓ પરના સુવ્યવસ્થિત સેશનોમાં ભાગ લઈ રહ્યાં છે.
Yi સુરતના અધ્યક્ષ શ્રી પુનિત સિંઘલએ જણાવ્યું હતું કે, ‘આ પ્લેયફૉર્મ યુવાનોને તેમના મંતવ્યને રજૂ કરવાનો મોકો આપે છે. અમે નેતૃત્ત્વને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેને સક્ષમ પણ બનાવી રહ્યાં છીએ.’ સુરત રાઉન્ડના શ્રેષ્ઠ પર્ફોમરો આગામી રીજનલ રાઉન્ડ માટે ક્વૉલિફાઈ થશે અને સમગ્ર દેશમાંથી આવેલા સહભાગીઓની સાથે સ્પર્ધામાં ઉતરશે.
7,000 ડાયરેક્ટ સભ્યો અને 30,000થી વધારે વિદ્યાર્થી સભ્યો ધરાવતી સીઆઇઆઈની પહેલ યંગ ઇન્ડિયન્સ (Yi) પાર્લામેન્ટ માસૂમ (બાળસુરક્ષા) અને યુવાનો દ્વારા સંચાલિત ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમો જેવી પહેલ મારફતે વધુ સૂચિત, સમાવેશી અને નવીન ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે.