કન્યાઓને કુંવરભાઈનું મામેરૂ યોજના હેઠળ રૂા.૨.૬૪ લાખની સહાય એનાયત કરવામાં આવી

સુરતઃમંગળવારઃ- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ રૂા.૧૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સુરત જિલ્લાની પંચાયત હસ્તકની સમાજ કલ્યાણ શાખા દ્વારા ૨૦૨૩-૨૪ના વર્ષ દરમિયાન ૨૨ દીકરીઓને રૂા.૨,૬૪,૦૦૦ની સહાય એનાયત કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂા. છ લાખની આવક મર્યાદા છે. કુંટુબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ લાભ મળે છે. પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ. લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. જિલ્લાની જરૂરીયાતમંદ કન્યાઓએ પંચાયત હસ્તકની જિલ્લા સમાજ કલ્યાણની કચેરીમાં અરજી કરવાની રહેશે.