સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.174ની નરમાઈ, ચાંદીમાં રૂ.21ની વૃદ્ધિ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.174ની નરમાઈ, ચાંદીમાં રૂ.21ની વૃદ્ધિ
કોટન-ખાંડી વાયદામાં રૂ.290ની તેજીઃ મેન્થા તેલમાં મામૂલી સુધારોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.59નો ઘટાડોઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10792 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56861 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7206 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19911 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.67654.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10792.1 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56861.03 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19911 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1033.74 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7206.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.83444ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.83599 અને નીચામાં રૂ.83000ના મથાળે અથડાઈ, રૂ.83324ના આગલા બંધ સામે રૂ.174 ઘટી રૂ.83150ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.66516ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.8208ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.276 વધી રૂ.83091ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.94229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94436 અને નીચામાં રૂ.93884ના મથાળે અથડાઈ, રૂ.94257ના આગલા બંધ સામે રૂ.21 વધી રૂ.94278ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.41 વધી રૂ.94106ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.34 વધી રૂ.94085ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.1342.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.2.55 વધી રૂ.838.35ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો 45 પૈસા વધી રૂ.267.6ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 5 પૈસા વધી રૂ.253.5ના ભાવ થયા હતા. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 15 પૈસા વધી રૂ.179.15ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2241.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6315ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6315 અને નીચામાં રૂ.6245ના મથાળે અથડાઈ, રૂ.6334ના આગલા બંધ સામે રૂ.59 ઘટી રૂ.6275ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.58 ઘટી રૂ.6277ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.7 ઘટી રૂ.282ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.9.7 ઘટી રૂ.282.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.