વ્યાપાર

સમાજના ઉદ્યોગકારોને નવી દિશા અને ગતિ આપવા તથા વ્યવસાયિક કુશળતા વધારવા માટે કોળી પટેલ સમાજ દ્વારા બિઝનેસ ગ્રુપની રચના કરાઈ. 

 

સમાજના ઉદ્યોગકારોને નવી દિશા અને ગતિ આપવા તથા વ્યવસાયિક કુશળતા વધારવા માટે કોળી પટેલ સમાજ દ્વારા બિઝનેસ ગ્રુપની રચના કરાઈ

બિઝનેસ ગ્રુપના વર્ષ 2026ના પ્રમુખ તરીકે ડૉ.નૈલેષ પટેલ (ગુરૂકૃપા વિધાલય)ની સર્વાનુમતે વરણી કરાઈ. કોળી પટેલ સમાજ દ્વારા સમાજના યુવાનો, ઉદ્યોગકારો અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્યથી બિઝનેસ ગ્રુપની રચના થયેલ છે.આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર મહેનત પૂરતી નથી,પરંતુ યોગ્ય માર્ગદર્શન, નેટવર્કિંગ અને નવીન વિચારધારા પણ એટલી જ જરૂરી બની ગઈ છે, ત્યારે કોળી પટેલ સમાજ દ્વારા કોળી પટેલ બિઝનેસ ગ્રુપની સ્થાપના કરાયેલ છે. આ બિઝનેસ ગ્રુપનો મુખ્ય હેતુ કોળી પટેલ સમાજના દરેક નાના મોટા વેપારીઓને એક સાથે લાવી પરસ્પર સહયોગ દ્વારા વ્યાવસાયિક ક્રાંતિ અને વૃદ્ધિ કરવાનો છે. Local to Globalના વિઝન સાથે સ્થાનિક બજારથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચવામાં આ ગ્રુપ મદદરૂપ બનશે.આ ગ્રુપ હેઠળ નિયમિત રીતે બિઝનેસ મીટિંગ, ટ્રેનિંગ, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવી રહેલ છે. ખાસ કરીને યુવા ઉદ્યોગકારોને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ પ્લેટફોર્મ દ્વારા કોળી પટેલ સમાજના યુવાનોને પોતાના સપનાઓને સાકાર કરવાની અને પોતાના વ્યવસાયોને ઊંચાઈ પર લઈ જવાની ઉત્તમ તક મળશે. બિઝનેસ ગ્રુપના પ્રમુખ તરીકે બરબોધન ગામના ડૉ. નૈલેષ અમૃતભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે ચારૂબેન મિસ્ત્રી(પટેલ), સેક્રેટરી તરીકે યશ પટેલ, અને ટ્ર્રેઝેરર તરીકે અમિત પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી.આ પ્રસંગે ફાઉન્ડર ટીમના સભ્યો ડૉ.અનિલ પટેલ, કૌશિક પટેલ, તરૂણ ચશ્માવાલા(પટેલ), મુકેશ પટેલ, રાજુ દવાવાલા(પટેલ), દિપક પટેલ તથા જીગ્નેશ પટેલ અને સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન આપી શુભેચ્છા આપી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button