ગુજરાત

પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: સુરતની શ્રી સરસ્વતી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની સરાહનીય પહેલ

પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: સુરતની શ્રી સરસ્વતી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓની સરાહનીય પહેલ

જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સુરત ખાતે ઇ.ચા. આચાર્યા શ્રી સ્વર્ણિમા જૈનના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. યુનિટ દ્વારા ગરમીના સમયને ધ્યાનમાં રાખીને પક્ષીઓના સંરક્ષણ માટે એક સરાહનીય સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી. આ પહેલ અંતર્ગત વિદ્યાર્થીઓને ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં પક્ષીઓના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તદુપરાંત, પક્ષીઓને ઉનાળામાં સરળતાથી પાણી, આહાર અને રહેઠાણ મળી રહે તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા ઘોંસલો બનાવવા ઉપયોગી વિવિધ સામગ્રી તૈયાર કરવામાં આવી. તેમજ પક્ષીઓ માટે પાણી અને દાણા રાખવા માટે ડબ્બાઓ કાપીને તેને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં શૈક્ષણિક સ્ટાફ સભ્યો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સેવાભાવ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. અને દરેકે પોતાના ઘર આસપાસ પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવાનો સંકલ્પ કર્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button