સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ
સુરતની ખુબસુરતીમાં વધારો કરતુ ગોપીતળાવ
ઈ.સ.૧૫૧૦ની આસપાસ સુરતના તત્કાલીન સુબેદાર મલેક ગોપીએ ગોપી તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ સમયે રૂ.૮૫ હજારના ખર્ચે બનેલા અને ૫૮ એકરમાં ફેલાયેલ આ તળાવને સોળ બાજુઓ અને સોળ ખૂણાઓ હતાં. જેમાંથી ૧૩ બાજુએ તળિયા સુધી પહોંચી શકાય એવા પગથિયા વિનાનો ઢાળ હતો. ગોપીપુરા વિસ્તારમાં આવેલા આ ઐતિહાસિક મહત્વને બરકાર રાખવા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં ‘ગોપીકલા મહોત્સવ’ યોજવામાં આવે છે.
. . . . . . . . . . . . . . .
ગોપીતળાવ પર આવેલી ચતુર્મુખી વાવ: ૧૬મી સદીમાં સુરતને મળેલો ભવ્ય ઐતિહાસિક વારસો
મીર આલમશાહે ૧૭૧૮ની સાલમાં ગોપીતળાવના પથ્થરોને ઉપયોગમાં લઈ દુર્લભ કહી શકાય એવી ચતુર્મુખી વાવ બાંધી હતી. આ વાવ જર્જરિત થતાં ધીરજવાલ મથુરદાસ ગીનાતે સમારકામ કરાવ્યું હતું. ચતુર્મુખી વાવ પાણીની અછત દૂર કરવા માટે નહીં, પણ આ વાવ બનાવવાનો મુખ્ય હેતુ રસ્તા પરથી નીકળતા વટેમાર્ગુઓને પીવાના પાણીની સુવિધા આપવાનો હતો. એટલે જ મોટાભાગની રાહદારીઓની તરસ બુઝાવતી વાવ રસ્તા નજીક બાંધવામાં આવી હોય છે. આ વાવ લગભગ અઢીસો વર્ષ પુરાણી હોય તેવું તેના બાંધકામ પરથી કહી શકાય.