વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર કાર્ટીંગ કરતા એક વોન્ટેડ સાથે બે આરોપીઓને પકડી પાડતી પીસીબી
વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર કાર્ટીંગ કરતા
એક વોન્ટેડ સાથે બે આરોપીઓને પકડી પાડતી પીસીબ : કુલ રૂપિયા ૧૯,૮૩,૬૦૦ ના મુદ્દામાલ કબ્જે
:ગત ૧૫ જુલાઈ ૨૩ ના રોજ પી.સી.બી.ના અ.પો.કો મિતેષભાઇ
મનસુખભાઇ તથા અ.પો.કો રણવીરસિહ વિક્રમસિહ નાઓને બાતમી હકિકત મળેલ કે શહેરના અલથાણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા નાસતો-ફરતો આરોપી સંદીપ ચંદુભાઇ પટેલ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરે છે અને અલથાણના આભવા ચોકડી પાસે આવેલ રાજહંસ સિન્ફોનીયા બીલ્ડીગના ગેટની પાસે તેના માણસો સાથે મળી તેની પાસેની ગ્રે કલરની ટોયોટા ઇનોવા ગાડી અને સફેદ કલરની સ્કોડા ફેબીયા ગાડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી તેમાંથી દારૂનુ કટીંગ કરનાર છે. જે બાતમી હકીકતવાળી જગ્યા અલથાણ, આભવા ચોકડી પાસે આવેલ રાજહંસ સિન્ફોનીયા બીલ્ડીંગના ગેટની બાજુમા જાહેરમાં રેઇડ કરી આરોપીઓ. (૧) સંદીપ
ચંદુભાઇ પટેલ ઉ.વ/૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે મોટો મહોલ્લો, સરસાણા ગામ, અલથાણ, સુરત શહેર તથા (૨) કપીલ જેઠાલાલ પટેલ ઉ.વ/૩૨ ધંધો.વેપાર રહે.ઘર નં.૧૪૨૪૪૮, નાનપુરા માછીવાડ, મસ્જીદવાળી ગલી, અઠવા, સુરત શહેર તથા (૩) કરણ ગજાનંદભાઇ નાતાલી ઉ.વ/૨૯ ધંધો.નોકરી રહે.ઘર નં.૧૮/૨૪૧૩, નાનપુરા માછીવાડ, નાતાલી ગલી, અઠવા, સુરત શહેર નાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની કુલ બાટલીઓ નંગ.૧,૧૮૮ કિં.રૂા ૨,૨૨,૬૦૦/- તથા અંગ ઝડતી લેતા મળી આવેલ મોબાઇલ ફોન નંગ.૦૪ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા ગ્રે કલરની ટોયોટા કંપનીની ઇનોવા ગાડી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/ તેમજ એક સફેદ કલરની સ્કોડા કંપનીની ફેબીયા ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક સિલ્વર કલરની TVS કંપનીની જ્યુપીટર મોપેડ જેની આગળ પાછળ રજી.નંબર લખેલ નથી કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૯,૮૩,૬૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી સ્થળ ઉપરથી ભાગી જનાર (૪) સંજય ઉર્ફે કાર્યો પટેલ રહે.સરસાણા ગામ, મંદીર મહોલ્લો, અલથાણ, સુરત શહેર તથા સદર દારૂનો જથ્થો મોકલનાર (૫) ઉમેશ દોરી જેના પુરા નામની ખબર નથી રહે દમણ તથા દારૂનો જથ્થો લેનાર (૬) મીહીર મુકેશભાઇ પટેલ રહે. ભીમરાડ ગામ, નીશાળ ફળીયુ, સુરત શહેર નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સાથે પકડાયેલ આરોપી સંદીપ ચંદુભાઇ પટેલ નાઓની પુછપરછ કરતા ગઇ ૫ જુલાઈ ૨૩ ના રોજ વહેલી સવારે પોતે તથા તેનો નાનો ભાઇ ભાવેશ ઉર્ફે લાલુ પટેલ નાઓ ખજોદ ડાયમંડ બુર્ઝ પાછળ આવેલ ખુલ્લી જગ્યામા દારૂનુ કાર્ટીંગ કરતા હતા દરમ્યાન પોલીસની પી.સી.આર વાન આવી જતા તેઓ ત્યાથી તેઓની ફોરવ્હિલ ગાડીઓ લઇ પી.સી.આર વાનને ટક્કર મારી ત્યાથી ભાગી ગયેલ હોવાનુ જણાવેલ જે પ્રોહીબીશનના ગુનામા તેની ધરપકડ બાકી હોવાનુ જણાય આવેલ છે.
આરોપી. સંદીપ ચંદુભાઇ પટેલ અલથાણ પો.સ્ટે પ્રોહિ. ગુનામા નાસતો-ફરતો હતો.