ગુજરાતી સિંગર કાજલ મહેરિયાનું ‘રિમ જિમ વર્ષે મેહુલિયો’ ગીત સારેગામાં ગુજરાતી પર રિલીઝ
અમદાવાદ, ઓગસ્ટ ૨૦૨૩ : ગુજરાતના લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર વરસાદની ઋતુમાં પોતાના તાજેતરમાં રિલીઝ થયેલ ગીત સાથે ‘રિમ જિમ વર્ષે મેહુલિયો’ દર્શકોને ઝુમાવી રહ્યા છે.કાજલ ગુજરાતની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી છે. જેઓ મેહસાણાના વતની છે. તે એક ગુજરાતી લોક ગાયિકા છે. તેમણે ઘણા ગુજરાતી રાસ ગરબા પણ ગાયા છે. અને તેણે 2 ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું . કાજલ મહેરિયાનું ગીત રિમ જિમ વર્ષે મેહુલિયો સારેગામાં ગુજરાતી અને તેમની યૂટ્યૂબ ચેનલ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શૂટિંગ ગુજરાતમાં હાલોલ ગામ ખાતે કરવામાં આવ્યું છે.
પોતાના ગીત વિષે વાત કરતા કાજલ મહેરિયા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, “આ ગીત તમારા મોનસુનને ખાસ બનાવશે. તમને તમારા પ્રિયતમાની યાદ અપાવશે. આ ગીત કરવામાં મને ખૂબ જ મજા પડી છે. આશા રાખું છું કે અત્યાર સુધી તમે મને જે પ્રેમ આપ્યો તે આ ગીત માટે પણ આપશો. આ ગીતને તમે સારેગામાં ગુજરાતીના યુટ્યુબ ચેનલ પર જઇને જોઇ શકો છો. અને ગીત તમને કેવું લાગ્યું તે મને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી જણાવજો.
આ સાથે કાજલ દ્વારા સારેગામાં ૧૦૦ થી વધુ ગુજરાતી ગીતો રજુ થયેલા છે જેમાં પ્રાદેશિક ગીત/આલ્બમ – કાજલ ના દિલ મા રહેજો રે ને એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે આજે રિલીઝ થયેલ ગીત
https://youtu.be/LAuvHvKxLIY ‘ લિંક પર નિહાળી શકશો.