Uncategorized

આઇલિડ 30મી સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ખાતે “નો મોર ગ્રો મોર (KNOW MORE GROW MORE)” ઇવેન્ટનું આયોજન કરાયું

આઈ કેન આઈ વીલ

ILEADians દરરોજ આ ચાર શબ્દો સાથે પોતાની પ્રતિબદ્ધતાનું નવીકરણ કરે છે!

ભારત તેના ઇતિહાસમાં ગ્રોથના સૌથી મોટા પરિવર્તન તરફ આગળ વધવાની અણી પર છે. જ્યારે વિશ્વ ભારતને તેની જરૂરિયાતો માટે વિશ્વસનીય અને મજબૂત ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે, ત્યારે વ્યાપાર વૃદ્ધિની તક દરવાજા ખટખટાવી રહી છે. ભારતીય એમએસએમઈ સેક્ટર આ પરિવર્તનને સાકાર કરવામાં ખૂબ જ પ્રસિદ્ધ ભૂમિકા ભજવશે. તે જ સમયે, ભારતીય એમએસએમઈ ઉદ્યોગસાહસિકોએ એક માળખાગત અભિગમ સાથે પોતાની જાતને વિકસિત કરવી પડશે અને વૈશ્વિક સપ્લાયર્સ બનવા માટે તેમની દ્રષ્ટિનો વિસ્તાર કરવો પડશે.

2018 ની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી, શ્રી શ્યામ તનેજા કે જેમને ભારતમાં ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે અમદાવાદ ખાતેઆઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન (ICIWF) ની સ્થાપના કરી. ICIWF આ એમએસએમઈ  સાહસિકો સાથે હાથ મિલાવીને ભારતના નિર્માણના મિશન પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.

આઇલિડ દ્વારા 30મી સપ્ટેમ્બર 2023ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ ખાતે “નો મોર ગ્રો મોર” (KNOW MORE GROW MORE) ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.. “નો મોર ગ્રો મોર”ના 25થી વધુ  મેમ્બર લીડર્સ એ  એક્ઝિબિટર્સ તરીકે ભાગ લીધો હતો અને કોમ્યુન લીડર્સ અને મુલાકાતીઓ વચ્ચે તેમના ઉત્પાદનો અને સેવાઓનું માર્કેટિંગ કર્યું હતું. આ એક્ઝિબિટર્સમાં ટેક્સટાઇલ, ફાર્મા, જ્વેલરી, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ & અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ વગેરેના અગ્રણીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુંબઈ, અમદાવાદ, સુરત, કાનપુર, દિલ્હી જેવા શહેરોના એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.

KNOW MORE GROW MORE ઈવેન્ટમાં બિઝનેસ ગ્રોથ માટેની પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,  જ્યાં અગ્રણી ગ્રોથ કેટાલિસ્ટ શ્રી પ્રકાશ વરમોરા (ધારાસભ્ય ગુજરાત સરકાર), શ્રી નરેન્દ્ર સોમાણી (સ્થાપક અને ચેરમેન, ભગવતી બેન્કવેટ્સ એન્ડ હોટેલ્સ લિ., શ્રી પથિક ગોપાણી, ( ડિરેક્ટર, ગોપાણી પ્રોડક્ટ સિસ્ટમ), શ્રી રાકેશ શાહ, (ચેરમેન અને ડિરેક્ટર, કર્મા ગ્રુપ ઓફ કંપનીઝ) અને શ્રી જીતેન્દ્ર ચૌહાણ, સીએમડી, જેડબ્લ્યુ લાઈફસ્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ)ને પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

KNOW MORE GROW MORE એક્ઝિબિશનનું અનોખું પાસું એ હતું  કે સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રી બંનેના લીડર્સ  અને એન્ત્રેપ્રિનિયોર્સ એ સાથે-સાથે ભાગ લીધો હતો. આવી ઇવેન્ટ એન્ત્રેપ્રિનિયોર્સને ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવાની, ઓબ્જેક્શન હેન્ડલિંગ અને તેમના પ્રોડક્ટ્સ અને સર્વિસીસમાં સુધારો કરવાની તક આપે છે.

વિઝન અને એક્સપોઝરનું વિસ્તરણ એ વૃદ્ધિ માટેનું સૌથી મહત્વનું પાસું છે અને વિઝનરી લીડર્સને સાંભળવાથી આ શક્ય બનશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button