ક્રાઇમ

સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક ઈસમ ૧૨.૦૭૪ કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો*

સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક ઈસમ ૧૨.૦૭૪ કિ.ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

  • આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થ ઝડપી પાડવામાં એસ.ઓ.જી. તથા એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમને મળી સફળતા
    • : ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા મહે, પોલીસ અધિક્ષકશ્રી સરોજકુમારીશ્રી પ.રે.વડોદરા નાઓએ આંતર રાજ્યમાંથી રેલ્વે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્ત-નાબુદ કરવા અંગે સુચના આપેલ.

જેના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી એસ.ઓ.જી. પશ્ચિમ રેલ્વે, વડોદરા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તા.૦૨ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ એન.ડી.પી.એસ. ડેડીકેટેડ ટીમ પ.રે.વડોદરા કેમ્પ- સુરતના પોલીસ હેડ કોન્સ. દિનેશજી પરથીજી, પોલીસ હેડ કોન્સ. અંબાલાલ હિમાભાઇ, પોલીસ હેડ કોન્સ. ભરતભાઇ સોમાભાઇ, પોલીસ હેડ કોન્સ. મુકેશકુમાર હસમુખલાલ, પોલીસ કોન્સ. જગદિશભાઇ લાલજીભાઇ તથા એસ.ઓ.જી. પ.રે.વડોદરા કેમ્પ-સુરતના એ.એસ.આઇ. નટવરલાલ ઉજમભાઇ, પોલીસ હેડ કોન્સ. ઉંગાભાઇ હામાભાઇ, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ વલ્લભભાઇ, પોલીસ કોન્સ. વિજયસિંહ રણજીતસિંહ તથા આર.પી.એફ. થાનાના હેડ કોન્સ. ઇન્દ્રદેવસિંગ રામદાસસિંગ, આર.પી.એફ. ક્રાઇમના કોન્સ. મનજીતકુમાર જુગમિન્દર તથા સુરત રે.પો.સ્ટે.ના પોલીસ કોન્સ. મણીલાલ જીવણભાઇ નાઓ આજરોજ સુરત રેલ્વે સ્ટેશન ઉપર ફરજમાં હાજર રહી અપ-ડાઉન ટ્રેનો ઉપર નાર્કોટીક્સ અંગે વોચમાં હતા તે દરમ્યાન ટ્રેન નં.૧૨૯૦૬ પોરબંદર એકસ, ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લે.નં.૦૧ ઉપર આવી ઉભી રહેલ અને તેમાંથી ઉતરીને જતા પેસેન્જરો ઉપર વોચ કરતા હતા તે વખતે જુની પાર્સલ ઓફીસ પાસેથી ટ્રાફીક એરીયામાંથી પસાર થતા દરમ્યાન એક ઇસમ પોતાના ખભે એક બ્લ્યુ કલરનું હેન્ડબેગ ભેળવી તથા જમણા હાથમાં એક ગ્રે-કાળા કલરનું બેકપેક ઉંચકીને જતો હતો તે વખતે પોલીસ હેડ કોન્સ દિનેશજી પરથીજીના જોવામાં આવતા તેઓને તેના ઉપર એન.ડી.પી.એસ. અંગેનો શક જતા સાથેના પોલીસ માણસોની મદદથી તેને રોકી હેન્ડબેગ તથા બેકપેકમાં શું છે ? તેમ પુછતા તે ગભરાઈ ગયેલો અને તેની પાસેની હેન્ડબેગ તથા બેકપેકમાં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો હોવાનુ જણાવતા સાથેના પોલીસ માણસોની મદદથી સદરી ઈસમને પકડી લઈ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફીસર પાસે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લાવી રજુ કરેલ જે ઇસમ નામે રાજા સઓ સ્વેતા જાતે-બિસોઇ ઉ.વ,૨૨ ધંધો-ડ્રાઇવિંગ રહે-પાઇકરાપલ્લી થાના-જગન્નાથ પ્રસાદ પોસ્ટ-અલાડી જિ-ગંજામ (ઓડીશા) વાળા પાસેથી કુલ ૧૨,૦૭૪ કિ.ગ્રા. ગાંજો જેની કિંમત રૂા.૧,૨૦,૭૪૦, તેમજ એક હેન્ડબેગની કિ.રૂા.૨૦૦ તથા એક બેકપેકની કિં.રૂ.૨૦૦ તેમજ અંગ ઝડતીમાંથી એક વિવો કંપનીનો મો.ફોન કિં.રૂ.૫,૦૦૦ એક રેલ્વેની જનરલ ટિકિટ કિં.રૂ.૦૦,

રોકડા રૂ.૩,૦૭૦ મળી કુલ્લે રૂા.૧,૨૯,૨૧૦ નો મુદ્દામાલ કબજે કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનો પાર્ટ બી એન.ડી.પી.એસ.નો

ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી.

 

ઉપરોક્ત કામગીરી

પોલીસ ઇન્સપેકટર શ્રી એક એ.પારગી, એ.એસ

આઇ. નટવરલાલ ઉજમભાઇ, પોલીસ હેડ કૉન્સ દિનેશજી પરથીજી અંબાલાલ હિમાભાઇ, ભરતભાઇ સોમાભાઇ, મુકેશકુમાર હસમુખલાલ, ઉંગાભાઇ હામાભાઇ,

દિનેશભાઇ વલ્લભભાઇ, પોલીસ કોન્સ વિજયસિંહ રણજીતસિંહ, રાજેંદ્રસિંહ કરશનભાઇ, જગદિશભાઇ લાલજીભાઇ,

મણીલાલ જીવણભાઇ આર.પી.એફ ના હેડ કોન્સ, ઇન્દ્રદેવસિંગ રામદાસસિંગ તથા કોન્સ. મનજીતકુમાર જુગમિન્દર નાઓએ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button