આરોગ્ય

એચઆઈવી પ્રભાવિત બહેનોના લાભાર્થે કાર્યક્રમ યોજાયો

એચઆઈવી પ્રભાવિત બહેનોના લાભાર્થે કાર્યક્રમ યોજાયો
લાયન્સ ક્લબ વિઝડમ, લાયન્સ ક્લબ વાસણા, પરિવર્તન ફાઉન્ડેશન, હ્યુમનીટી ચેરીટેબલ ટ્રસ્ટ,આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
૧-ડિસેમ્બર “વિશ્વ એઈડ્સ દિવસ” નાં અનુસંધાને તેનાં પૂર્વ દિવસે (૩૦-નવેમ્બર, શનિવારે) ભીડભંજન હનુમાન મંદિર હોલ ખાતે HIV પ્રભાવિત ગર્ભવતી બહેનોની ગોદભરાઈ કરવામાં આવી હતી. આ બહેનો ગર્ભાવસ્થા દરમ્યાન લોહીની તપાસમાં પ્રથમ વાર HIV પ્રભાવિત જાહેર કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ : આ બહેનોને માનસિક સાંત્વના પાઠવીને આવનાર બાળક HIV પ્રભાવિત ના થાય – તે છે, જેનાં માટે કાર્યક્રમમાં સચોટ પરામર્શ અને જરૂરી દવાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ. 3232 બી2નાં ડીસ. ચેયરપર્સન ડૉ. અંબરીષ ત્રિપાઠી એ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૦૭ થી અમો પ્રતિવર્ષ આ રીતે “ગોદભરાઈ કાર્યક્રમ” કરતા રહ્યા છીએ, જેનાં પરિણામે દરેક બાળક તંદુરસ્ત જન્મ્યા છે, જે બાબત આપણાં સૌનાં માટે ખુબ જ મોટી ઉપલબ્ધિ છે.”
આ માનવીય અભિગમ અંતર્ગત યોજેલ કાર્યક્રમમાં પૂર્વ DySp તરૂણ બારોટ, લાયન્સ ઇન્ટરનેશનલના ડી.સી. મહાદેવન પિલ્લાઈ, નીતા પટેલ, હરભજન કૌર, શિલા સાવંત, ભરત પટેલ, મુકેશ પરમાર, સામાજીક કાર્યકર શેરૂભાઈ ખાદીવાલા, સિંગર – એક્ટર દિલીપકુમાર પરમાર સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં દાતાશ્રીઓનાં અનુદાન દ્વારા બહેનોને અનાજની કીટ, સાડીઓ, ધાબળા, વાસણ અને અન્ય વસ્તુઓ પણ ભેટરૂપે આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button