શ્રીવરી સ્પાઇસેસ એન્ડ ફૂડ્સ લિમિટેડનો આઇપીઓ 7મી ઓગસ્ટ, 2023ના રોજ ખુલશે
- ઇશ્યૂ સાઇઝ – ₹10ના 21,42,000 ઇક્વિટી શેર સુધી
- ઈશ્યુ સાઇઝ – ₹ 57 કરોડ – ₹ 9.0 કરોડ
- પ્રાઇસ બેન્ડ – ₹ 40 – ₹ 42
- માર્કેટ લોટ સાઈઝ – 3,000 ઈક્વિટી શેર
મુંબઈ, 4 ઑગસ્ટ, 2023 – વિભિન્ન મસાલા અને ઘઉંના લોટ (વ્હીટ ફ્લોર)ની અગ્રણી ઉત્પાદક, શ્રીવરી સ્પાઈસીસ એન્ડ ફૂડ લિમિટેડ, 7મી ઓગસ્ટ, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઇપીઓ) સાથે સાર્વજનિક થવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપની આ આઇપીઓના માધ્યમથી અપર બેન્ડ પ્રાઇસ પર ₹9 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ (NSE EMERGE) પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.
આ ફ્રેશ ઇશ્યુની સાઇઝ 21,42,000 ઇક્વિટી શેર સુધીની છે, જે પ્રત્યેક ₹10ની ફેસ વેલ્યુ પર છે.
ઇક્વિટી શેર ફાળવણી
- ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યૂઆઈબી) – 10,14,000 ઇક્વિટી શેર્સ સુધી
- નૉન- ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એનઆઇઆઇ) – 3,06,000 ઇક્વિટી શેર સુધી
- રીટેલ ઇન્ડિવિડ્યૂલ ઈન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) – 7,14,000 ઇક્વિટી શેર્સ સુધી
- માર્કેટ મેકર – 1,08,000 ઇક્વિટી શેર્સ સુધી
આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટેના ભંડોળ માટે કરવામાં આવશે. ઇશ્યૂ 9મી ઓગસ્ટ, 2023ના રોજ બંધ થશે.
ઈસ્યુના બુક રનીંગ લીડ મેનેજર જીવાયઆર કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઈસ્યુના રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.
શ્રીવરી સ્પાઈસીસ એન્ડ ફૂડ લિમિટેડના ચેરમેન અને વ્હોલ-ટાઇમ ડિરેક્ટર શ્રી રથી નારાયણ દાસે જણાવ્યું, ”અમારૂં મિશન અમારા ગ્રાહકોને ઓર્ગેનિક અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સપ્લાય કરવાનું છે. હાલમાં અમે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અને તેની આસપાસ સપ્લાય કરી રહ્યા છીએ અને આઇપીઓ ફંડિંગ અમને અમારી પહોંચ વિસ્તારવામાં સક્ષમ બનાવશે અને અમને અમારા વ્યવસાયને વધુ અસરકારક રીતે વધારવા માટે કાર્યકારી મૂડી પુરી પાડશે, જેનાથી અમારો બજાર હિસ્સો વધશે.
વધુમાં, આ ઇશ્યુ અમને અમારી બ્રાન્ડને વધારવામાં અને અમારા ઇક્વિટી શેર માટે સાર્વજનિક બજાર બનાવવામાં પણ મદદ કરશે.”
ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર જીવાયઆર કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોહિત બૈડે જણાવ્યું, “અમે માનીએ છીએ કે આ ઓફર કંપનીને વૃદ્ધિ મૂડીને પહોંચી વળવા માટે જરૂરી સંસાધનો પ્રદાન કરશે અને કંપનીને તેના લાંબા ગાળાના વિઝનને હાંસલ કરવામાં મદદ કરશે.