પ્રાદેશિક સમાચાર

અનીસ સંસ્થા દ્વારા અલયાન્સ એમ્બ્રોડરી પ્રસ્તુત કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું કરાયું આયોજન

સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલીવુડ અભિનેતા અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર મનીષ વાઘવા રહ્યા ઉપસ્થિત

પોલીસ કમિશનર અજય કુમાર તોમર લાઈફ ટાઇમ એચિવમેન્ટ અને અન્ય પોલીસ કર્મી- અધિકારીઓને કર્મ ભૂષણ એવોર્ડ એનાયત

સુરત: મહિલા અને બાળકો માટે કાર્ય કરતી અને 28 વર્ષથી કાર્યરત એવી અપમૃત્યુ નિવારણ સહાય (અનીસ) સંસ્થા દ્વારા અલાયન્સ એમ્બ્રોડરીના સહયોગથી આજરોજ બપોરે 3 વાગે કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ એવોર્ડ સમારોહમાં શહેર પોલીસ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને લાઈફ ટાઇમ એચિવમેંટ અને પોલીસના વિવિધ વિભાગ અને બ્રાન્ચના ફરજ બજાવતા એવા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ કે જેમને મહિલાઓ અને બાળકો માટે પ્રશંસનીય કામગીરી કરી છે તેમને કર્મ ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલીવુડ અભિનેતા અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર મનીષ વાધવા ઉપસ્થિત રહયા હતાં.

આ અંગે અનીસ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા શ્રોફ એ જણાવ્યું હતું કે અનીસ સંસ્થા છેલ્લા 28 વર્ષથી મહિલાઓ અને બાળકો માટે કાર્ય કરી રહી છે. પોલીસ ડીપાર્ટમેન્ટ પણ હંમેશા લોકોની સુરક્ષા માટે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ખડે પગે ફરજ બજાવતી હોય છે. ત્યારે આવા કર્મશીલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવે તેવા વિચાર સાથે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય સહયોગ અલાયન્સ એમ્બ્રોડરીના સુભાષભાઈ ડાવર નો રહ્યો છે. અલયાન્સ એમ્બ્રોડરી પ્રસ્તુત કર્મ ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન આજરોજ બપોરે 3 વાગ્યાથી સંજીવ કુમાર ઓડીટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ ભાઈ પાનશેરિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને ગદર ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર બોલિવૂડ અભિનેતા મનીષ વાધવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વોટસઅપ કોલ દ્વારા હાજર રહી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. એવોર્ડ સમારોહમાં શહેર પોલીસના વિભિન્ન પોલીસ મથકો, બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસમાં મહિલાઓ અને બાળકો માટે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ કર્મચારીએ અને અધિકારીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. સાથે જ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને લાઈફ ટાઇમ એચિવમનેટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આલિયા ફેબ્રિક્સ અને જય વિજય પ્રિન્ટ દ્વારા  એક્સક્લૂઝિવ લેડીઝ શુટ પણ પોલીસકર્મીઓને ભેટ સ્વરૂપે આપવામા હતા. આ ઉપરાંત ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ દ્વારા દર વર્ષે આપવામાં આવતો મેડલ આ વખતે કોરોના મહામારી સમયે શહેરીજનો માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવ્યો હતો. સાથે જ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ નું સંચાલન કરનાર અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટને પણ એવોર્ડ એનાયત કરાયો હતો. એવોર્ડની સાથે જ અનેક પ્રકારના ઉપહાર પણ આપવામાં પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button