લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે નાટક પ્રસ્તુતિ દ્વારા યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરાયા

સુરત:સોમવાર: ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિસ્તારમા સમાવિષ્ટ સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનું નાટક યોજાયું હતું. જેમાં વધુમાં વધુ મતદારોને મતદાન માટે પ્રેરવા અને મતદાન થકી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવવાની અપીલ કરાઈ હતી.
નાટકમાં મતદાન અંગેની વિવિધ જાણકારી અપાઈ હતી સ્મીમેર મેડિકલ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસોની સાથે નાટક મંચનનો પ્રયાસ અસરકારક બન્યો હતો. અહીં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.