સ્પોર્ટ્સ

જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલા ખાતે જી-૨૦ અંતર્ગત યોજાયેલી “રન ફોર યુનિટી”ને પ્રસ્થાન કરાવતા નગર પાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ગોહિલ

શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના તાલીમાર્થીઓ, શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા
નવદુર્ગા હાઈસ્કૂલના એન.સી.સી. કેડેટ, પોલીસ જવાનો અને જી.આર.ડી.સભ્યો, હોમગાર્ડ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો
રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબેની રાહબરીમાં પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાનો જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડાય, જાગૃતતા કેળવાય તેવા શુભ આશય સાથે આજરોજ સવારે ૮=૦૦ કલાકે “રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ” હેઠળ રન ફોર યુનિટી યોજાઈ હતી. જેને રાજપીપલા નગર પાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ગોહિલ અને શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના આચાર્યશ્રી ડો.એચ.એસ. પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ જી-૨૦નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજપીપલા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીનું રજવાડી નગરીના પ્રવેશદ્વાર એવા કાલાઘોડા સર્કલથી શરૂ કરી શહેરના મૂખ્ય માર્ગ પરથી પસાર થઈને સૂર્ય દરવાજા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. અંદાજે બે કિમી સુધીની આ દોડમાં સામેલ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

“રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ”ના સમગ્ર આયોજન સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી(ડેહક્વાટર) શ્રી પી.આર.પટેલે એક સંવાદમાં જણાવ્યું હતું કે, જી-૨૦ સમિટ ૨૦૨૩માં ભારત દેશને યજમાન પદ મળ્યું છે તે સંદર્ભે આજરોજ રાજપીપલા ખાતે પર્યાવરણની જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોએ પોતાની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી. જેના થકી સ્વસ્થ જીવનનો સંદેશો દેશના નાગરિકોને પાઠવ્યો છે તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.

ઉક્ત રન ફર યુનિટી દોડમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ એમ.બી.ચૌહાણ, શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના એસોસિએટ એનસીસી ઓફિસર ડો. વિજય પટેલ, સ્વીમીંગ કોચ જડ્ડી સર, શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એસોસિએટ એનસીસી ઓફિસર રાહુલ ઠક્કર, જિલ્લા પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના તાલીમાર્થીઓ, શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ્સ, જી.આર.ડી.સભ્યો, હોમગાર્ડ, નવદુર્ગા હાઈસ્કૂલના એન.સી.સી. કેડેટ સભ્યો તેમજ અન્ય શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા.
0000000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button