L. I. C. of India દ્વારા પ્રેસિડન્સી સ્કૂલના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ સન્માન
L. I. C. of India દ્વારા પ્રેસિડન્સી સ્કૂલના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ સન્માન
રાંદેરરોડ સ્થિત પ્રેસિડન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પરીક્ષામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ધોરણ 1 થી 12 ના 25 વિદ્યાર્થીઓનું L. I. C. દ્વારા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર શ્રી સી. ટી. પારનેરીયા, આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રી નિરવભાઈ ઉપાધ્યાય, ડેવલોપમેન્ટ ઓફિસર શ્રી કાર્તિકભાઇ મકવાણા અને શ્રીમતિ વિકાસબેન દલાલ ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળા અને ટ્રસ્ટી શ્રી પ્રાધ્યાપક એન. એમ. કારિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. સિધ્ધિ મેળવનાર દરેક વિદ્યાર્થીને વાલી સાથે સ્ટેજ પર બોલાવી ટ્રોફી અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે L. I. C. ના સુંદર કાર્યો સાથે બાળકોને પ્રેરણાત્મક વાતોથી શ્રી પારનેરિયાએ અભિભૂત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય કુમારી દીપિકા શુક્લએ કર્યું હતું.