ગોપીન ગામ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સ્પો’ને કિન્નર સમાજ દ્વારા પ્રોત્સાહન અપાયું
ગોપીન ગામ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સ્પો’ને કિન્નર સમાજ દ્વારા પ્રોત્સાહન અપાયું
*પ્રાકૃતિક ઉત્પાદન અને ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે કિન્નર સમાજ દ્વારા રૂ. ૧.૪૦ લાખની ખરીદી*
સુરત: સુરત શહેર નજીક આવેલા ગોપીન ગામ,મોટા વરાછા ખાતે તા.૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સ્પો’મા વિવિધ પ્રાકૃતિક, કેમિકલ-ફ્રી ખેત ઉત્પાદનને વિવિધ સ્ટોલના માધ્યમથી વેચાણ માટે પ્રદર્શન સ્વરૂપે મૂકવામાં આવી છે, એક્સ્પોના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કિન્નર સમાજના અગ્રણી એવા શ્રી જીગુ માસી અને તેઓના કિન્નર સાથીઓ, યજમાનોએ પ્રાકૃતિક ઉત્પાદન અને ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે જરૂરી એવી તમામ ચીજવસ્તુઓની કુલ રૂ. ૧.૪૦ લાખની ખરીદી કરી હતી. શ્રી જીગુ માસીના નેતૃત્વમાં કિન્નર સાથીદારો, યજમાનો અહીં મેળો ચાલે ત્યાં સુધી રોકાણ કરશે અને સહયોગ આપશે. પ્રાકૃતિક ફૂડ એક્સ્પો-૨૦૨૩ના આયોજકોએ કિન્નર સાથીદારો અને યજમાનોના યોગદાન બદલ જાહેર અભિવાદન કર્યું હતું.
-૦૦-