દહેજના અટાલી-રહીયાદ વચ્ચે બાઈક સવાર બે યુવાનોને ટ્રક ચાલકે અડફેટે લીધા, એકનું ઘટનાસ્થળે જ મોત

દહેજના અટાલી-રહીયાદ વચ્ચે બાઈક સવાર બે યુવાનોને ટ્રક ચાલકે અડફેટે લીધા, એકનું ઘટનાસ્થળે જ મોત
દહેજના અટાલી-રહીયાદ વચ્ચે બાઈક સવાર બે યુવાનોને ટ્રક ચાલકે અડફેટે લેતા સારવાર મળે તે પહેલા જ એક યુવાનનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે રહેતા છોટુકુમાર સિંગ દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેઓ ગત રોજ સાંજે સહ કર્મી સાથે કંપની બાઈક લઇ ભરૂચ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન દહેજના અટાલી-રહીયાદ વચ્ચે પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવતા પહેલા જ એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.