સોમવતી અમાસના અવસરે ડભોઈના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
સોમવતી અમાસના અવસરે ડભોઈના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલું તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ખાતે આજે સોમવતી અમાસને અનુલક્ષી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા.સોમવતી અમાસ ના રોજ પવિત્રતીર્થો મા સ્નાન, ધ્યાન અને જપ-તપ કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પુજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. સાથે સાથે સુખ-સમૃદ્ધિમાં વધારાના યોગ પણ બને છે. ત્યારે આજરોજ સોમવતી અમાસને અનુલક્ષી ડભોઇ તાલુકાના તીર્થધામ કરનાળીના સુપ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો ગત મોડી રાતથી જ ગુજરાત સહિત પર પ્રાંતના શ્રદ્ધાળુઓ અમાસ અને સોમવારનો સંયોગ હોય સોમવતી અમાવસ્યાના મહિમા અને અનુલક્ષી કુબેર દાદા ના પાવન દર્શન અને નર્મદા સ્નાન અર્થે શિવભક્તોની ચલપહલ શરૂ થઈ ગઈ હતી પ્રસિદ્ધ કુબેર મંદિર ખાતે અમાસ ના દર્શનનું વિશેષ મહત્વ હોય સાથે સાથે અધિક માસનો પણ પ્રારંભ થયો હોવાથી શ્રદ્ધાળુએ શિસ્ત પદ્ધતિ તે કતારમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી આવનાર શ્રદ્ધાળુઓ શાંતિમય રીતે દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા હાથ ધરાઈ છે કુબેર ટ્રસ્ટના સંચાલક રજનીભાઈ પંડ્યા જણાવવામાં આવ્યું હતું કે માં નર્મદા નદી આપણી માતા છે તેને ચોખ્ખી રાખવાથી ધન્યતા અનુભવાશે મનમાં શાંતિ અને આપણા દુઃખ દૂર થશે જેની અંદર ગંદા ચંપલ થૂંકવું નહીં ગંદા કપડા તથા નર્મદા માને ચોખ્ખી રાખવી આજરોજ સોમવારથી અમાસ હોય શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર કુબેર મંદિર ખાતે ઉપડ્યું હતું રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર અને ગુજરાતના હજારો શ્રદ્ધાળુઓ સોમવતી અમાસનો દર્શનનો લાવો લીધો હતો.