લાલ ટામેટાનો કાળો કારોબાર
લાલ ટામેટાનો કાળો કારોબાર
દેશના ઘણા બધા શહેરોમાં ટામેટા ડબલ સદી ફટકારી છે પહેલા વાવાઝોડાને કારણે પછી પહેલા જ વરસાદના ધમાકેદાર આગમનને કારણે ખેતીના પાકોને વ્યાપાક નુકસાન થયું છે એને કારણે લગભગ બધા જ શાકભાજીઓમા જંગી વધારો થયો છે.શાકભાજીઓમા મરચા આદુ કાંદા અને ટામેટામાં જંગી ભાવ વધારો થયો છે
કાલ સુધી ૨૦ રૂપિયે કિલો મળતા ટામેટા ૧૦ ઘણી કિંમતે વેચાય રહ્યા છે
આવા વખતે શાકભાજી માર્કેટના વેપારીઓ કચરામાં ફેંકી દેવાયેલા સડેલા બગડેલા કે ખાવા યોગ્ય ના હોય તેવા કચરામાંથી વણેલા ટામેટાનો વેપાર કરી રહ્યા છે આવા ખાવા યોગ્ય ના હોય એવા ટામેટા માત્ર ને માત્ર વધુ નફાની લાલચે વેચી રહ્યા છે હાલ આ વેપારીઓ ઘરાકોના આરોગ્ય સાથે ચેડાં કરી મબલખ નફો રળી રહ્યા છે.
સામાન્ય રીતે માર્કેટમાં વેચવા આવતા ટામેટામાંથી પોચા સડેલા બગડેલા ટામેટાને અલગ કરી કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે અત્યારે ત્યાં બેસી છૂટક શાકભાજી વેચનારામાના કેટલાક ટામેટાના અતિ ઊંચા ભાવોનો ફાયદો ઉઠાવી વધારે નફો વધારે ફાયદો લેવા વેપારી દ્વારા કચરાપેટીમાં ફેંકી દેવાયેલા સડેલા બગડેલા ટામેટાને સારા ટામેટા સાથે મિક્સ કરી વેચવામાં આવી રહ્યા છે જો કે વધુ નફો કમાઈ લેવાની લાલચમાં ખરાબ કચરાનીગાડીમાંથી વણેલા ટામેટા ઘરાકોને ઉંચા ભાવે વેચી રોકડી કરી રહ્યા છે ઘરાકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે.
શહેરની અનેક લારીઓ પર હોટલ રેસ્ટોરન્ટમા કચરાગાડીમાથી વણેલા ટામેટાનો ઉપયોગ થઈ રહ્યો છે વિવિધ ડીશો બનાવવા કચરાગાડીમાંથી વણેલા ટામેટાનો ઉપયોગ ક્યારે કોઈ બહુ મોટી હોનારત ના સર્જે તો જ નવાઈ
કચરાગાડીમાંથી આ બધાને ટામેટા વણવા કોણ દે છે? કચરા ગાડીમાથી બધા કચરા વચ્ચેથી રોજેરોજ ટામેટા કોણ વણી રહ્યું છે?