‘મિશન ખાખી’ અંતર્ગત PSI/ASI તથા કોન્સ્ટેબલ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક નવા વર્ગોનું આયોજન
‘મિશન ખાખી’હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
સુરતઃ સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતેના તાલીમ કેન્દ્ર ઉપર પોલીસ પરીવારના યુવક યુવતીઓ માટે સ્થપાયેલ ‘ભવિષ્ય’ કારર્કિર્દી પ્રેરણા કેન્દ્ર ખાતે પોલીસ કમિશનરશ્રીની સુચના તથા નાયબ પોલીસ કમિશનર (વહિવટ)ના શ્રીમતી સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ ‘મિશન ખાખી’ અંતર્ગત આગામી PSI/ASI, કોન્સ્ટેબલ તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નવા બેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વહિવટ અને મુખ્ય મથકના ના.પો.કમિનર શ્રીમતી સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં વિજેતા થવા માટે નસીબ નહીં પણ વાતાવરણ, શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, કોચિંગ ક્લાસ, મટિરિયલ્સ, હિમ્મત હાર્યા વગરની સખત અને સત્તત મહેનત વગેરે પરિબળો ભાગ ભજવે છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોની માહિતી ભવિષ્ય કારકિદી પ્રેરણા કેન્દ્ર ખાતેથી મળી રહેશે.
આ પ્રસંગે પરીક્ષા દરમિયાન આવતા તમામ પ્રકારના પડકારોને કઈ રીતે સરળતાથી પાર પાડીને સફળ થઈ શકાય એમ ૧૯૯૦ની બેચના આઈ.આર.એસ. અધિકારીશ્રી ડો.નરેન્દ્રકુમારે જણાવ્યું માર્ગદર્શન આપ્યું હતું.