કૃષિ

ડભોઈ પંથકમાં માવઠાને કારણે કુંભાર વ્યવસાયમાં મંદીનો માહોલ

હવામાન વિભાગ ની આગહિ ને પગલે ડભોઈમાં માવાઠાની અસર ખેડૂતો સહીત હવે કુંભાર ના વ્યવસાય સાથે સંકડાયેલા વેપા્રીઓ ઓમા પણ જોવા મળી છે .ડભોઇ પંથક માઁ વસતા સંખ્યા બંધ વેપા્રીઓ કે જેઓ ઉનાળા ની ઋતુ માટે ગરીબો નું ફ્રીજ ગણાતું માટલા નું નિર્માણ કરી ને બેઠા છે પણ માવાઠા ને કારણે તેમના વ્યવસાય માઁ મંદી જોવા મળી રહી છે તો ઠેર ઠેર હાલ લોકો જગ અથવા મિલટન નું પાણી પીવાનું પસંદ કરતાં હોય છે ત્યારે કુંભાર ના વ્યવસાય સાથે સંકડાયેલા વેપા્રીઓ હાલ હાલાકી નો સામાનો કરી રહયા હોવાનું જાણવા મળી રહ્યું છે
સમગ્ર રાજ્યમાં હાલ હવામાન વિભાગ દ્વારા જે આગહિ કરવામાં આવી હતી તે અનુસાર વરસાદી માહોલ ઉભો થયો છે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો પણ હજી સુધી વરસાદ બંધ રહેવાનું નામ નથી લેતો તેવામાં ઉનાળા પૂર્વે ડભોઇ પંથક માઁ કુંભાર ના વ્યવસાય સાથે સંકડાયેલા વેપા્રીઓ છેલ્લા ઘણા વર્ષો થી પેઢી દર પેઢી ઉનાળાની ઋતુ માઁ ગરીબો ને પોષઈ શકે તેવાં અને સ્વાસ્થ્ય માટે સારા તેમજ ગરીબોને ફ્રીજ જેવું પાણી આપતા માટલા નું નિર્માણ કરતા આવ્યા છે આ માટલા સમય બદલાતાં હવે તેનો ઓપ પણ બદલવા મળ્યા છે પણ છત્તા મિલટન અને જગ ના પાણીની માંગ વધતા માટલા નું વેચાણ ખુબ ઘટી રહ્યું છે તેવામાં વેપા્રીઓ ઉપર એક તરફ માવાઠા નો માર તો બીજી તરફ મંદી નો માહોલ ગુજરાન ચલાવું પણ સરળ નથી રહ્યું માટલા ની કિંમત માઁ પણ વધારો નોંધાઈ રહ્યો છે 100 રૂપિયા થી લઇ 500 રૂપિયા સુધી માટલા વેચાતા આવ્યા છે તેવામાં હાલ મંદી ને કારણે કુંભાર ના વ્યવસાય સાથે સંકડાયેલા વેપા્રીઓ મુંજવણ અનુભવી રહયા છે. સરકાર દરેક શ્રમજીવી ને સહાય ચૂકવતી હોય છે ત્યારે આવા નાણાં વ્યવસાય સાથે સંકડાયેલા વેપા્રીઓ માટે પણ કોઈ યોજના બહાર પાડવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button