મિલ્કતોમાં ૩૫ ટકાના ભાવવધારા અંગે ઉદ્યોગકારો દ્વારા મનપા કમિશ્નરને રજૂઆત
-મિલકત વેરો પ્રવર્તમાન સંજોગો માં પડ્યા પર પાટુ મારવા સમાન
-શહેરમાં MSME કક્ષા ના વિવિંગ અને અન્ય ટેક્સટાઇલ ની પ્રક્રિયા ના એક્મો
સુરત: શહેરના કાપડ ઉદ્યોગકારો દ્વારા મિલકત વેરા માં કરવા માં આવેલ ૩૦ થી ૩૫% ના અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવા અંગે મનપા કમિશ્નર અને મેયર સહિત અન્ય પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી
ઉદ્યોગકારોનું કહેવુ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવા માં આવેલ મિલકત વેરા ના બિલો અગાઉ ના વર્ષ ની સરખામણીમાં ૩૦ થી ૩૫ % વધારે છે જે અસહ્ય છે અને તાત્કાલિક ધોરણે પાછા ખેંચી લેવા જોઈએ.
શહેરમાં MSME કક્ષા ના વિવિંગ અને અન્ય ટેક્સટાઇલ ની પ્રક્રિયા ના એક્મો છે.
હાલ વૈશ્વિક મંદી માંથી સમગ્ર વિશ્વ પસાર થઇ રહ્યું છે. જેની સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ખૂબ જ માઠી અસર થઇ છે. કામદારો ની રોજીરોટી સચવાય અને બેંક ના હપ્તા અને વ્યાજ ભરી શકાય તે માટે જેમતેમ એકમો ચાલી રહ્યા છે.
ઔદ્યોગિક વિસ્તાર માં SMC દ્વારા લેવા માં આવતા વેરા ની સામે આપવામાં આવતી સુવિધા નો સંપૂર્ણ અભાવ છે. પાણી, સફાઈ, ગટર તથા રસ્તા નો અભાવ છે અથવા અપૂરતા છે.
હાલ માં મળેલા મિલકત વેરા ના બીલ જોતા એવું મહેસૂસ થાય છે કે વીવર્સ પોતાની મિલકત નું ભાડું ભરી રહ્યા છીએ.આ મિલકત વેરો પ્રવર્તમાન સંજોગો માં પડ્યા પર પાટુ મારવા સમાન છે જે કોઈપણ રીતે ચલાવી શકાય એમ નથી.ના છૂટકે અમારે અમારા એકમો ને તાળું મારવું પડશે અને લાખો કામદારો ની રોજીરોટી છીનવાઈ જશે અને તેઓ રોડ પર આવી જશે.