ધર્મ દર્શન

અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટમાં રાધા કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટમાં રાધા કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
સુરત : અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ સુરતના નવ નિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રાધા કૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે રવિવારે વિશાળ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશ યાત્રા કિરણ ફાર્મ હાઉસથી ડુમસ સ્થિત અગ્ર-એક્ઝોટિકા સુધી કાઢવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ નટવરલાલ ટાટનવાલાએ જણાવ્યું કે ભવનમાં લગ્ન પ્રસંગે મંદિરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સેક્રેટરી બ્રિજમોહન અગ્રવાલે જણાવ્યું કે સમાજ કલ્યાણ માટે આ મંદિર બધા માટે બનાવવામાં આવ્યું છે. આની 17 જૂન 2026 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા થશે. આ પ્રસંગે સાંજે 07:00 વાગ્યાથી ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવશે. કળશ યાત્રામાં ટ્રસ્ટના ખજાનચી સુરેન્દ્ર અગ્રવાલ, વસંત અગ્રવાલ, નંદકિશોર તોલા, અશોક સિંઘલ, શ્યામ સુંદરસિહોટિયા, નિતેશ અગ્રવાલ, રતનલાલ દારુકા, પુખરાજ અગ્રવાલ, વિશ્વનાથ પચેરિયા, જીવનરામ સિંઘલ, સુનિલ ટાટનવાલા, અશોક અગ્રવાલ તથા મંદિર નિર્માણ સમિતિ સાથે મહિલા-યુવા પાંખના સભ્યો વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button