શ્રી શ્યામ મંદિરની કારોબારીની ચૂંટણી આજે

શ્રી શ્યામ મંદિરની કારોબારીની ચૂંટણી આજે
સવારે દસ વાગ્યાથી અગ્રવાલ સ્કૂલમાં થશે વોટિંગ
સુરત :વીઆઈપી રોડ પર આવેલા શ્રી શ્યામ મંદિર, સુરતધામની વર્ષ 2026-2030 માટે કારોબારી સભ્યોની ચૂંટણી આજે (રવિવારે) સવારે દસ વાગ્યાથી થશે. ચૂંટણી અધિકારી સાંવરપ્રસાદ બુધિયા, ગિરીશ મિત્તલ, બજરંગલાલ ગાડોદિયાએ જણાવ્યું કે કારોબારીમાં નૌ ટ્રસ્ટી સભ્યો અને ત્રણ આજીવન સભ્યો માટે ચૂંટણી થશે. ટ્રસ્ટી સભ્યોમાં કુલ અઢાર લોકોએ અને આજીવન સભ્યોમાં કુલ નૌ લોકોએ ઉમેદવારી કરી છે. ટ્રસ્ટી સભ્યોને ટ્રસ્ટી સભ્ય અને આજીવન સભ્યોને આજીવન સભ્ય વોટ આપશે. મતદાન સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી વેસુમાં આવેલી અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલમાં થશે. મતદાન પછી ગણતરી પણ તે જ સમયે થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. મતદારે સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખપત્ર સાથે લાવવું જરૂરી રહેશે.



