સ્પોર્ટ્સ

રામાણી કુમકુમે ઉડુપી કર્ણાટક ખાતે યોજાયેલ નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો

અંડર -૧૮માં કુમકુમે ૫.૪૯ મીટર લોંગ જમ્પ થકી સિલ્વર મેડલ જીત્યો

સાબરકાંઠા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરતી સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર દિકરી રામાણી કુમકુમ. 

માર્ચ મહિનામાં કર્ણાટકના ઉડુપી ખાતે સમગ્ર દેશના ૮૦૦થી વધુ ખેલાડીઓએ યુથ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરી રામાણી કુમકુમે આ સ્પર્ધામાં અંડર -૧૮માં ૫.૪૯ મીટર લોંગ જમ્પ  થકી સિલ્વર મેડલ જીત્યો.

રામાણી કુમકુમ હાલમાં ધોરણ ૧૧માં હિંમતનગરની ફેથ હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. આ દીકરી એ અગાઉ જુનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ.ટી. ગુવાહાટી ખાતે અંડર -૧૬માં  ૫.૫૬ મીટર લોંગ જમ્પ થકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.  પિતા ભરતભાઇ રામાણી ખેડૂત અને માતા ગૃહિણી છે. કુમકુમ રમત તાલીમ અગાઉ  ડી.એલ.એસ.એસ. જામનગર ખાતે મેળવી વધુ તાલીમ માટે પસંદગી પામી સાબર સ્ટેડિયમ ખાતે તાલીમબધ્ધ થઈ બે વાર નેશનલ લેવલે સાબરકાંઠા હિંમતનગર નું ગૌરવ વધાર્યું છે. તે ખુબ જ મહેનતુ અને સમર્પિત ખેલાડી છે. જેને  સખત પરિશ્રમ થકી રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અમરેલી અને સાબરકાંઠા એમ બે જિલ્લાઓના નામ રોશન કર્યું છે.    

રાજ્યના ખેલાડી રમત ગમત ક્ષેત્રે આગળ આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી શકે તે હેતુથી સ્પોર્ટ્સ ઓથો. ઓફ ગુજરાત દ્વારા જિલ્લા મથકોએ રમતગમત સંકુલોના નિર્માણ કરવામાં આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતની શાળા કોલેજના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ લાવવાના હેતુથી આ રમત સંકુલોના નિર્માણ થયા છે. જે ઉમદા હેતુથી આ સંકુલો બનાવાયા છે તે સિધ્ધ થતા દેખાઇ રહ્યા છે.   

સાબરકાંઠા વહિવટી તંત્ર અને સાબર સ્ટેડિયમ હિંમતનગર દ્રારા આ દિકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button