શિક્ષા
સુરત શહેરના પરિક્ષાર્થીઓને કલેક્ટરશ્રી આયુષ ઓકે શુભેચ્છાઓ પાઠવી
સુરતઃ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ગાંધીનગર દ્વારા લેવાતી એસ.એસ.સી(ધો.૧૦) અને એચ.એસ.સી(ધો.૧૨)ની માર્ચ ૨૦૨૩ની પરીક્ષાની આજથી સૂરત શહેર અને જિલ્લામાં શરૂઆત થઈ હતી.વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ડુમસ સ્થિત શારદાયતન વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટશ્રી આયુષ ઓક અને શિક્ષણ અધિકારીશ્રી દિપકભાઇ દરજી મુલાકત લઇ પરિક્ષાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી પરિક્ષા સફળ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.