એન્ટરટેઇનમેન્ટ

મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે

  • મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે

• નિહાળો “હરિ ઓમ હરિ” 8મી ડિસેમ્બરથી નજીકના સિનેમાઘરોમાં
• ફિલ્મમાં પ્રેમ અને હાસ્યનું કોમ્બિનેશન જોવા મળશે

સુરત: એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “હરિ ઓમ હરિ”ની સ્ટારકાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા, વ્યોમા નાંદી તથા ફિલ્મ ડિરેક્ટર નિસર્ગ વૈદ્ય એ ફિલ્મના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી. ફિલ્મની વાર્તા પ્રેમ અને હાસ્યથી ભરપૂર છે. સૌના ચહિતા સિદ્ધાર્થ રાંદેરિયા આ ફિલ્મમાં એક નવા જ અવતારમાં જોવા મળશે. ફિલ્મ 8મી ડિસેમ્બરે ગુજરાતભરમાં અને મુંબઈમાં રીલિઝ થશે.

સંજય છાબરિયાના ‘એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ’ દ્વારા પ્રસ્તુત “હરિ ઓમ હરિ”ની વાર્તા વિનોદ સરવૈયા દ્વારા લિખિત છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નાંદી, મલ્હાર રાઠોડનો સમાવેશ થાય છે, ઉપરાંત રાગી જાની, શિવમ પારેખ, કલ્પેશ પટેલ, સંદીપ કુમાર તથા ભૂમિ રાજગોર સહિતના પ્રતિભાશાળી સહાયક કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું દિર્ગદર્શન પ્રતિભાશાળી નિસર્ગ વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું છે. ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી મિલિંદ જોગ, સાઉન્ડ એન્જિનિયર મંદાર કમલાપુરકર, કાસ્ટીંગ ડાયરેક્ટર વિજય રાવલ તેમજ ફિલ્મના સંગીતકાર પાર્થ ભરત ઠક્કર છે. આ ફિલ્મ હૃદયસ્પર્શી રોમાંસ અને સાઇડ-સ્પ્લિટિંગ કોમેડીના કોમ્બિનેશન સાથે એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ બનવાનું વચન આપે છે.

સિદ્ધાર્થ રાંદેરિયા, વ્યોમા નાંદી તથા ડિરેક્ટર નિસર્ગ વૈદ્ય એ સુરતની મુલાકાત દરમિયાન ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “હરિ ઓમ હરિ” માત્ર રોમેન્ટિક કોમેડી નથી; તે પ્રેમ, મિત્રતાની વાર્તા છે અને તે શીખવે છે કે જીવન આપણને ખુશીની બીજી તક આપે છે.

ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાને સંપૂર્ણ નવા અવતારમાં જોઈને લોકો દંગ રહી જશે, જ્યારે રોનકનું જટિલ જીવનનું ચિત્રણ ખૂબ જ રમૂજના સ્ત્રોત તરીકે કામ કરશે. રોનક, વ્યોમા અને મલ્હાર વચ્ચેની મજેદાર અને પ્રભાવશાળી કેમિસ્ટ્રી પ્રેક્ષકોનું સંપૂર્ણ મનોરંજન કરશે. નોંધનીય રીતે, “હરિ ઓમ હરિ” એક મોટા બજેટની ફિલ્મ છે જેમાં, અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) સહિતના ટેક્નિકલ પાસાંનો પણ સમાવેશ કરાયો છે જે ગુજરાતી ફિલ્મોનો માપદંડ ઊંચો લઇ જશે.
“હરિ ઓમ હરિ”નું શૂટિંગ અમદાવાદ ઉપરાંત જેસલમેરમાં કરવામાં આવ્યું છે. તો મોસ્ટ અવેઇટેડ ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ હરિ” આ શુક્રવારે 8મી ડિસેમ્બરે નજીકના સિનેમાઘરોમાં જોવાનું ચૂકશો નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button