ડોડા અને કઠુઆમાં સેનાનુ એન્કાઉન્ટર : 1 આતંકવાદી માર્યો ગયો, 1 જવાન શહીદ અને 6 ઘાયલ

ડોડા અને કઠુઆમાં સેનાનુ એન્કાઉન્ટર : 1 આતંકવાદી માર્યો ગયો, 1 જવાન શહીદ અને 6 ઘાયલ
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. ડોડા અને કઠુઆમાં આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર ચાલુ છે. આ કાર્યવાહીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો છે. જ્યારે અન્ય છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. એક આતંકવાદી પણ માર્યો ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ડોડા જિલ્લાના ભદેરવાહ-પઠાણકોટ રોડ પર ચતરગાલાના ઉપરના વિસ્તારોમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કર્યો. આમાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે બીજી તરફ કઠુઆ જિલ્લાના સૈદા સુખલ ગામમાં મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે ગામમાં છુપાયેલા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં CRPF જવાન કબીર દાસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.