ક્રાઇમ

શહેરમાં વધુ ત્રણ વ્યાજખોરો સામે ગુનો દાખલ

સુરત,તા.૯
સુરત શહેર પોલીસ Police દ્વારા વ્યાજખોરો સામે અભિયાન શરુ કરી ઍક પછી ઍક કરીને વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્ના છે. ગતરોજ વધુ ત્રણ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાંદેર, ઉત્રાણ અને ભેસ્તાન પોલીસ દ્વારા વ્યાજખોરોના ભોગ બનેલા લોકોની ફરિયાદને લઈ તપાસ શરુ કરી છે.

રાંદેર પોલીસના જણાવ્યા મુજબ જહાંગીરાબાદ ઉગત કેનાલ રોડ વૈષ્ણોદેવી ગ્રુપ સોસાયટી બીયોન્ડ વિલા ખાતે રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા વિપુલïકુમાર મહેશભાઈ આહિર (ઉ.વ.૩૫) ધંધાના કામ માટે પાંચ વર્ષ પહેલા વ્યાજનો ધંધો કરતા વિજય માછી (રહે, નાનપુરા) પાસેથી રૂપિયા લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે વ્યાજ સહિત ૩૬ લાખ ચુકવી આપ્યા હતા છતાંયે વ્યાજખોર વિજય માછી વધુ પૈસાની માંગણી કરી અવાર નવાર ઘરે આવી ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. પોલીસે વિપુલકુમારની ફરિયાદ લઈ વ્યાજખોર વિજય માછી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉત્રાણ પોલીસના જણાવ્યïા મુજબ મોટા વરાછા સુમન સુરજ આવાસમાં રહેતા અને મોટા વરાછા ધર્મનંદન સોસાયટીમાં દુકાન ધરાવી સિલાઈ કામ કરતા અશ્વિન જંયીત સોîંડાગરઍ કતારગામ કુબેરનગર સોસાયટીમાં રહેતા રવિ અને કાજલ રવિ પાસેથી તેના ભાઈ ચિરાગને કેન્સરનું અોપરેશન કરાવવાનું હોવાથી ફેબ્રુઆરીïમાં ૪૦ હજાર ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે ૨૪ હજાર ચુકવી દીધા હોવા છતાંયે વધુ ૧૦ ટકાના વ્યાજ સાથે ૭૦ હજારની માંગણી કરી ઘરે આવી ધમકી આપતા હતા. પોલીસે અશ્વીન સોîડાગરની ફરિયાદને આધારે રવિ અને તેની પત્ની કાજલ સામે ગુનો દાખલ કર્યો હતો.

ભેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ ભેસ્તાન સ્ટેશન રોડ વંદના સોસાયટી રહેતો અને ટેમ્પો ચલાવતા સંદીપ પોપટ રાયકર (ઉ,વ.૨૮)ઍ ગતરોજ સતેન્દ્ર પરમેશ્વર ચૌહાણ (રહે, તુપ્તિનગર બમરોલી રોડ પાંડેસરા) સામે ફરિયાદ નોîધાવી હતી. જેમાં તેઅોઍ જણાવ્યું હતું કે ઍિ­લ ૨૦૨૩માં આઠ ટકાના વ્યાજે ૫ લાખ લીધા હતા. જેની સામે ૫ લાખથી વધુ પડાવી લીધા બાદ પણï ગાળાગાળી કરી વધુ લાખની માંગણી કરી ધમકી આપતો હતો. પોલીસે સંદીપ રાયકરની ફરિયાદને આધારે સતેન્દ્ર ચૌહાણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button