હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં આજે વાતાવરણમાં………
હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોરે કાળા ડીબાંગ વાદળો સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ મેઘ મહેરને લઈને ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે. બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ થતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા
ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. આજે બપોરે ૨ કલાકે ડેમની સપાટી ૩૧૦ ફૂટ સુધી પહોચી ગયી છે તેમજ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક ૪૧૩૧૦ કયુસેક નોંધાઈ છે જયારે જાવક ૬૦૦ કયુસેક છે. સુરતમાં આવેલો કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની આજે સપાટી ૬.૬૬ મીટર નોંધાઈ છે. કોઝવે ઓવરફલો થતા વાહન વ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે