ક્રાઇમ

બાંગ્લાદેશી ઇસમને ખોટા ડોકયુમેન્ટ બનાવી આપવામાં મદદ કરનાર આરોપીઓને યુપીથી પકડી પાડતી શહેર ક્રાઇમબ્રાંચ

બાંગ્લાદેશી ઇસમને ખોટા ડોકયુમેન્ટ બનાવી આપવામાં મદદ કરનાર આરોપીઓને યુપીથી પકડી પાડતી શહેર ક્રાઇમબ્રાંચ

સુરત : ડીસીબી પોલીસ સ્ટેશનમાં તા. ૧૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ નોંધાયેલ ગુનામાં આરોપી ઇસમ કે જે બાંગ્લાદેશનો વતની નામે મોહંમદ રૂબેલ હુસેન s/o શફીકુલ ઇસ્લામ રહે બાંગ્લાદેશ નાએ ખોટુ ભારતીય નાગરીત્વ ધારણ કરી ભારતીય નામ મોહંમદ કાસીમ ઇસ્લામ અન્સારી ઉવ.૨૫ નુ ધારણ કરી, ભારતીય નાગરીક તરીકે સુરત શહેરના ઉધના ખાતે રહેતો આવેલ જે ઇસમને બાતમી હકિકત આધારે ગત તા. ૧૨ જુલાઈ ૨૦૨૩ ના રોજ પકડી પાડી તેને વિધિસર અટક કરી જરૂરી તપાસ કરવામાં આવેલ. વધુ તપાસ કરતા પકડાયેલ બાંગ્લાદેશી આરોપીને ભારતીય નાગરીત્વ મેળવવા સારૂ જરૂરી દસ્તાવેજો પૈકી ખોટો જન્મદાખલો ઉત્તરપ્રદેશ ખાતે ના બલરામપુર જીલ્લાના ગેંસડી ગામ ખાતેથી બનાવવામા આવેલ અને આ જન્મદાખલો આરોપીને ત્યાના સ્થાનીક નિવાસી જમશેદ આલમ અને નફીસ અહમદ નાએ બનાવેલ હોવાનુ જણાઇ આવતા પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાંચને આપેલ સુચના અન્વયે, ટેકનીકલ સર્વેલસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા બલરામપુર જીલ્લાના ગૅસડી ગામ ખાતેથી (૧) જમશેદ આલમ ૬૦ અબ્દુલ અલીમ ખાન ઉવ. ૩૫ હાલ રહેવાસી. ગામ ગેસડી વોર્ડ નંબર-૦ર, જામા મસ્જીદની બાજુમા થાના કોતવાલી ગૈસડી જીલ્લા બલરામપુર ઉત્તરપ્રદેશ (ર) નફીસ અમદ s/o શબ્બીર અહમદ પઠાણ ઉવ.૩૬ હાલ રહેવાસી.ગામ ગેસડી વોર્ડ નંબર-૦૭ રાજાબાગ થાના કોતવાલી ગેસડી જીલ્લા બલરામપુર ઉત્તરપ્રદેશ મુળગામ સીંહમોહાની થાના કોતવાલી ગૅસડી જીલ્લા. બલરામપુર ઉત્તરપ્રદેશના બન્ને આરોપીઓને તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યના બલરામપુર જીલ્લાના ગૈસડી ગામથી ધોરણસર અટક કરી, સ્થાનીક નામદાર કોર્ટમાં રજુ કરી, ટ્રાન્ઝીટ રીમાન્ડ મેળવી, મુદ્દત અંદર નામદાર સુરત શહેર નાઓની કોર્ટમાં રજુ કરી તેઓના તા.૧૪ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ આ ગુનાની વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપી જમશેદ આલમ ઉત્તરપ્રદેશ રાજ્યના બલરામપુર જીલ્લાના ગેંસડી ગામનો વતની છે અને પોતે રેવન્યુ એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ સ્થાનીક કોર્ટમા કરતા હોવાનુ જણાવેલ છે, તેને અગાઉ પકડાયેલ આરોપી ખલીલ અહમદ નુર ઈસ્લામ શેખ ની તરફથી જન્મદાખલો બનાવી આપવાની ઓફર મળતા, અને જન્મનો દાખલો બનાવવા માટે વધુ રૂપિયાની ડિમાંડ કરી રૂપિયા ચુકવણી કરતા આરોપી જમશેદ આલમએ તેઓના ગામ ખાતે જનસેવા ને લગતા કામ કરતા આરોપી નફીસ અહમદ નો સંપર્ક કરતા જેણે પોતાના મોબાઇલ ફોન દ્વારા બોગસ એપ માંથી બાંગ્લાદેશના વતની આરોપીને આ ગૈસડી ગામનો વતની હોવાનુ દર્શાવી ખોટુ જન્મ પ્રમાણપત્ર બનાવી કાઢી આપેલ હોવાનુ જણાઈ આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button