વાળીનાથ અખાડા દ્વ્રારા મહા શિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા અતિ રુદ્ર મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ હાજરી આપશે

વાળીનાથ અખાડા દ્વ્રારા મહા શિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા અતિ રુદ્ર મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ હાજરી આપશે
આ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે
68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઉંચાઈ 101 ફૂટની છે
ઉત્તર ગુજરાતના મહેસાણાના વિસનગર ના તરભ ગામે તારીખ 16 થી 22 ફેબ્રુઆરી 2024 સુધી પાવન કલ્યાણકારી મહા શિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાળીનાથ અખાડા દ્વારા યોજાઈ રહ્યો છે . નુતન શિવાલયમાં પ્રસ્થાપિત થનારા અતિભવન કલ્યાણ કરી મહા શિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા અતિ રુદ્ર મહાયજ્ઞ ના પવન પ્રસંગે દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં ગુરુવારે તારીખ 22મીના રોજ સવારે 11:00 વાગે આજના આધુનિક ભારતના ઘડવૈયા યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિશેષ ઉપસ્થિત રહેશે સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્યપ્રધાન ઋષિકેશભાઇ પટેલ પણ હાજર રહેશે. મહા શિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા સાથે અતિ રુદ્ર મહાયજ્ઞ અને શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 22 તારીખ ના રોજ હજારોની સંખ્યામાં રબારી સમાજ ના લોકો રબારી પહેરવેશ મા હાજર રહેશે, સાથે યજ્ઞ માટે 1100 પાટલાઓ અને 15000 યજમાન માટે પુજાની વ્યવસ્થા કરવામાં આવી છે. 1)મુખ્ય દાતા શ્રી દેસાઈ રમેશ ભાઈ-રાજેશભાઇ જીવરાજ ભાઈ માસ્તર ગામ.પાલોદર 2) ભોજન નાં દાતા શ્રી દેસાઈ બાબુ ભાઈ જેસંગ ભાઈ ગામ મકતુપુર 3). દેસાઈ કનુ ભાઈ અજમલ ભાઇ ગામ. છઠિયારડા. સાથે પ્રચાર પ્રસાર કનુભાઇ દેસાઇ સંભાળી રહ્યા છે.
નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલીંગની સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન, અતિ રુદ્ર મહાયજ્ઞ એવમ્ શિવ મહાપુરાણ કથા (16 થી 22 ફેબ્રુઆરી-2024), સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જોઇએ તો, શિવ મહાપુરાણ કથા (દરરોજ સવારે 9.00 થી 1.00 કલાક સુધી), ભારતવર્ષના દિવ્ય-સંતો દ્વારા પ્રવચન(દરરોજ સાંજે 4.00 થી 6.00 કલાકે), વિદ્વાનશ્રીઓના પ્રેરક પ્રવચન (દરરોજ સાંજે 4.00 થી 6.00 કલાકે), ભવ્ય લોકડાયરાઓ (દરરોજ રાત્રે 9.00 કલાકે) અને સ્વરુચિ ભોજન મહાપ્રસાદ (દરરોજ સવારે 11.00 થી 3.00 અને સાંજે 5.00 થી 11.00) દરમિયાન યોજાશે.
સમગ્ર ધર્મપ્રેમી સેવક-સમુદાયને વાળીનાથ અખાડા તરભ, જણાવે છે કે, આપણા સર્વોપરી શ્વાસ અને વિશ્વાસ ભગવાન શ્રી વાળીનાથની અનરાધાર – અસીમ કૃપાદ્રષ્ટિ તેમજ પૂજ્ય પરમ ગુરૂવર્યશ્રીઓના અપાર આશીર્વાદની અમીવૃષ્ટિથી આપણા પૂજ્ય “ભા’ તેમજ પૂજ્ય “બાવાજી”નું દિવાસ્વપ્ન એવા, આપણી વિરાસત શિવ પરિવારના વિશાળ નૂતન શિવાલયમાં અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલીંગ શ્રી વાળીનાથ મહાદેવ, પરામ્બાશ્રી હિંગળાજ માતાજી તેમજ ભગવાન શ્રી દત્તાત્રેયની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા, અતિ દુર્લભ એવા ગુરુપુષ્ય-અમૃતસિધ્ધિયોગના પવિત્ર શુભ મુહૂર્ત, શુભ ઘડીએ પ્રસ્થાપિત થનાર છે. ‘ન ભૂતો ન ભવિષ્યતિ” એવા આ પુનિત પ્રસંગે 1100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞમાં આહુતિ આપવાના, યજ્ઞનારાયણ શિવ મહાપુરાણ કથા શ્રવણ-મનન-ચિંતન કરવા, અનેક સિધ્ધ તપસ્વી સંત શિરોમણિ- 3-4/16 ચરણસ્પર્શ કરી જીવન ધન્ય બનાવવા, અતિ મંગળમય પાવન પ્રસંગોને અનેરા ઉત્સાહથી દિપાવવા-વધાવવા તેમજ અનેક દિવ્ય-ભવ્ય ધાર્મિક પ્રસંગોના સાક્ષી બની માણવા માટેપાયે ધર્મપ્રેમી જનતા હાજરી આપશે.
દેવાધિદેવ શ્રી વાળીનાથ મહાદેવના દિત્ય દરબારમાં આકાર પામેલ અદ્ભૂત નયનરમ્ય… બેનમૂન-અજોડ-અલૌકિક નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર-અતિ ભવ્ય પાવન કલ્યાણકારી મહાશિવલીંગની
ઐતિહાસિક શિવધામ શ્રી વાળીનાથ મહાદેવની વિશેષતાઓ………..
• આ અજોડ શિવાલય મુખ્ય ત્રણ શિખરનું આકાર પામેલ છે. જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાળીનાશ મહાદેવ, જમણી બાજુએ બીજ ગર્ભગૃહમાં ગુરુશ્રી દત્તાત્રેય ભગવાન અને
ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી પરામ્બા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા પામવાની છે. નાગરશૈલીમાં નવનિર્મિત આ ભવ્યાતિ-ભવ્યા સંપૂર્ણ શિવાલય ભારતવર્ષના મશહુર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરીસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવરામરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામ્યુ છે.
• 68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત આ મહાકાય શિવાલયની ઉંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફૂટ છે જેમા વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ 1,45,000 ઘનફૂટ છે.
આ ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. બંસીપહાડ પથ્થરમાંથી આકાર પામેલ આ અદભૂત શિવાલયની ભવ્યતા અને દિવ્યતા દર્શનીય છે.
વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાય મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
• વાળીનાથ શિવાલયના નિર્માણકાર્ય સોમપુરા-શિલ્પી શ્રી વિરેન્દ્ર કે. ત્રિવેદી (અમદાવાદ) દ્વારા થયેલ છે.મો. 9978442511
• વાળીનાથ શિવાલયનું બાંધકામ શ્રી જોરારામ લાખારામ દેવાસી (મું.જાડોલી, રાજસ્થાન) દ્વારા નિર્માણ પામેલ છે. મો. 9602123611