દેશ

જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે……જાણો

સુરત: જય શ્રી રામ લોકોને વરસાદમાં ભીજવા થી પણ બચાવશે. સાંભળીને આશ્ચર્ય થશે કે જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે, તો અમે તમને જણાવવા માંગીશું કે સુરત જ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ખાસ જય શ્રી રામ લખેલી કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. એક આર્ટિસ્ટે બનાવેલી જય શ્રી રામ લખેલી છત્રી હાલ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે લોકો વિદેશમાં બેસીને આ છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ છત્રી લઈને કોઈપણ નીકળે છે તો લોકો તેને જય શ્રી રામ ચોક્કસથી કહે છે.

ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે માત્ર સુરત કે ગુજરાત નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં પણ એક ખાસ પ્રકારની કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. આ છત્રીની ખાસિયત છે કે આની ઉપર એક્રેલિક કલર થી જય શ્રી રામ લખ્યું છે અને રામ મંદિરની તસવીર બનાવવામાં આવી છે. એટલું જ નહીં આ છત્રીમાં તિરંગા પણ છે. હાલ વિદેશોમાં જય શ્રી રામ લખેલી છત્રી અને મંત્રોવાળી છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે સુરતની આર્ટિસ્ટ ભાવિની ગોલવાલા રામભક્ત છે. તેઓને નાનપણથી જ દેવનગરી કેલિગ્રાફી શીખવાનો શોખ હતો. પોતાના આર્ટમાં હંમેશા થી આ બંનેનું સમાવેશ કરતી હતી .ચોમાસાની સિઝન આવતા તેઓએ વિચાર્યું કે તેઓ છત્રી ઉપર એ ખાસ પ્રકારની આર્ટ તૈયાર કરે.

હાલ રામ મંદિરને લઈ દેશભરમાં ભક્તિનો માહોલ છે ત્યારે તેઓએ ખાસ શ્રીરામ લખેલી રામ મંદિરની એક એવી છત્રી બનાવી છે જેની ડિમાન્ડ હાલ વિદેશોમાં પણ જોવા મળી રહી છે ભાવિનીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ ભગવાન રામની ભક્ત છે તેઓએ માત્ર એમ જ એક છત્રી ઉપર જય શ્રી રામ લખીને ડિઝાઇન તૈયાર કર્યું હતું અને પોતાના સોશિયલ હેન્ડલ પર મૂક્યું હતું. જેને જોઈ વિદેશમાં રહેતા લોકોએ તેમને આવી છત્રી બનાવવા માટે ઓર્ડર આપ્યો છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા અને યુએસમાં રહેતા લોકો કે જેઓ ત્યાં રહીને પણ ભક્તિ અને દેશ પ્રેમ સાથે જોડાવા માંગે છે તેઓએ આ ખાસ પ્રકારની છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે જેથી તેઓ પોતાના હાથથી કલર કરીને આ છત્રી તૈયાર કરે છે અને ત્યાં મોકલે છે.

આશા ચલીયાવાલા એ જણાવ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે આ ખાસ પ્રકારની છત્રી બનાવવામાં આવી છે ત્યારે મે પણ ઓર્ડર આપ્યો હતો અને જ્યારે પણ હું છત્રી લઈને નીકળું છું લોકો મને જય શ્રી રામ કહે છે મારા વિદેશમાં રહેતા પણ પરિવારના લોકોએ મને આ છત્રી સાથે ફોટોમાં જોઈ આ છત્રી નું ઓર્ડર આપ્યો છે ઓસ્ટ્રેલિયામાં રહેતા મારા પરિવારના સભ્યોએ પણ આ ખાસ પ્રકારની છત્રી મંગાવી છે જે સંપૂર્ણ રીતે અમારી માટે ધાર્મિક છ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button