વ્યાપાર

ચાંદીના વાયદામાં આગઝરતી તેજી સાથે ભાવમાં રૂ.2,394નો ઝડપી ઉછાળોઃ સોનામાં રૂ.292ની વૃદ્ધિ

ચાંદીના વાયદામાં આગઝરતી તેજી સાથે ભાવમાં રૂ.2,394નો ઝડપી ઉછાળોઃ સોનામાં રૂ.292ની વૃદ્ધિ

બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16082.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84820.84 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12531.51 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20664 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.100906.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16082.11 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84820.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20664 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.824.99 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12531.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.86020ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86358 અને નીચામાં રૂ.86014ના મથાળે અથડાઈ, રૂ.85809ના આગલા બંધ સામે રૂ.292 વધી રૂ.86101ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.355 વધી રૂ.69577ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.82 વધી રૂ.8657ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.255 વધી રૂ.85623ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95449ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98130 અને નીચામાં રૂ.95449ના મથાળે અથડાઈ, રૂ.95233ના આગલા બંધ સામે રૂ.2394 વધી રૂ.97627ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2291 વધી રૂ.97379ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.2290 વધી રૂ.97334ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1644.56 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.9.55 વધી રૂ.877.4ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.85 વધી રૂ.269.65ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.15 વધી રૂ.258.7ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 65 પૈસા વધી રૂ.179.15ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1945.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6207ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6237 અને નીચામાં રૂ.6189ના સ્તરને સ્પર્શી, રૂ.6196ના આગલા બંધ સામે રૂ.9 વધી રૂ.6205ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.10 વધી રૂ.6205ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.5.4 વધી રૂ.321.9ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5.8 વધી રૂ.322ના ભાવે બોલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button