ગુજરાત

ગુજરાત વિધાનસભાની જાહેર સાહસોની સમિતિએ સુરત મેટ્રો પ્રોજેક્ટની વિવિધ સાઈટોની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાની જાહેર સાહસોની સમિતિએ સુરત મેટ્રો પ્રોજેક્ટની વિવિધ સાઈટોની મુલાકાત લીધી

ખજોદમાં નિર્માણાધિન ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશન, ચોકબજાર, લંબેહનુમાન રોડના મેટ્રો ટનલિંગની કામગીરી નિહાળી

સમિતિએ મનપાના અદ્યતન ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી થતી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી નિહાળી

ગુજરાત વિધાનસભાની જાહેર સાહસોની સમિતિએ સુરતના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની વિવિધ સાઈટો તેમજ ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. સમિતિએ ખજોદમાં નિર્માણાધિન ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશન, ચોકબજાર, લંબેહનુમાન રોડના મેટ્રો ટનલિંગની કામગીરી નિહાળી હતી.

જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાની હેઠળ સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઇ ચૌધરી, પૂર્ણેશભાઈ મોદી, મહેશભાઈ કસવાલા, પ્રવિણભાઈ ઘોઘારીએ ખજોદ ડ્રીમ સિટી પાસે નિર્માણાધિન ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં મેટ્રોના એડમિન બિલ્ડીંગ, મેટ્રો ભવન, સ્ટેબલિંગ શેડ, વર્કશોપ શેડ, યાર્ડ એરિયા, ડેપો સ્ટોર, ઈન્સ્પેક્શન બે એરિયા વિશે જાણકારી મેળવી હતી. આ સ્થળે મેટ્રો સંબંધિત થઈ રહેલી કામગીરી નિહાળી હતી. સમિતિએ લાભેશ્વર ચોક, લંબે હનુમાન રોડ ખાતે પ્રગતિ હેઠળના મેટ્રો ટનલની પણ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

સમિતિના સભ્યોએ સ્માર્ટ સિટી-સુરતના અદ્યતન ICCC (ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર)ની મુલાકાત લીધી હતી અને અહીં એક જ સ્થળેથી ઇમરજન્સી રિસ્પોન્સ અને વ્યવસ્થાપન સહિત થઈ રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી નિહાળી પ્રભાવિત થયા હતા. મનપાના અધિકારીઓએ આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા માટે, મનપાની વિવિધ સેવાઓનું મોનિટરીંગ સેન્ટ્રલાઈઝડ સેન્ટરથી કરવા માટેના આ અત્યાધુનિક ICCCની કાર્યપ્રણાલી વિષે સભ્યોને વાકેફ કર્યા હતા.

મેટ્રોના ડિરેક્ટર (પ્રોજક્ટ એન્ડ પ્લાનિંગ) શ્રી આનંદસિંઘ બિષ્ટ અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે જાહેર પ્રકલ્પો સાકાર થવાથી ઉભી થનારી જનસુવિધાઓ અને સુરતના થનારા સર્વાંગી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button