આરોગ્ય
ઓલપાડ તાલુકાના સાંધીયેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત બ્લડ કેમ્પ યોજાયો

‘આયુષ્માન ભવઃ અભિયાન’-સુરત જિલ્લો
સાંધીયેર PHC સ્ટાફ અને ગ્રામજનોએ રકતદાન કરી ૪૦ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.
સુરત:મંગળવાર:- ‘આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીયેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પ યોજાયો હતો. જેમાં સાંધીયેરગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી તેમજ મેડિકલ ઓફિસરશ્રી PHC સાંધીયેર પ્રથમ રક્તદાન કરી કાર્યક્રમ નો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામજનો તેમજ PHC સાંધીયેરના સ્ટાફે રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી જેમાં ૪૦ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લામાં સિકલ સેલના દર્દી અને ગર્ભવતી મહિલાને વારંવાર લોહીની જરૂરિયાત પડતી હોય છે તેથી સુરતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.