આ બારેમાસ ચૂંટણીઓના મહોલમાંથી દેશ ક્યારે બહાર આવશે?
આ બારેમાસ ચૂંટણીઓના મહોલમાંથી દેશ ક્યારે બહાર આવશે
હવે આખા દેશમાં બારેમાસ ચૂંટણીનો માહોલ ઊભો કરવામાં આવે છે.હવે કર્ણાટક જમ્મુ કાશ્મીર સહિત બીજા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.
ચૂંટણીઓ જીતવા હવે મની પાવર અને મેંન પાવરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે સામ દામ દંડ ભેદનો ઉપયોગ થાય છે .
જેની સાથે રાજ્યોના મતદારોને કઈ લાગતું વળગતું નથી એવા સાવ ફાલતુ મુદ્દા બેકાર વાતો પર ચૂંટણીઓ લડાઈ છે અને જીતાય છે .પ્રજાને કનડતા હેરાન પરેશાન કરતા પ્રશ્નોની તો કોઈ ભૂલેચૂકે વાત કરતું નથી .ખોટી વાત બનાવટી ભ્રામક મુદ્દાઓ ઉભા કરી વારંવાર બોલી મતદારોને ગુમરાહ કરવામાં આવે છે ચૂંટણીઓ જીતી પછી પ્રજાનો કોઈ ભાવ પણ પુછતું નથી.
સાચા અને સારા નાગરિકો ભારત છોડી વિદેશમાં પલાયન કરી રહ્યા છે
આપણે આપણા દેશમાં વિદેશી મુડીરોકાણ માટે વિદેશીઓ માટે લાલ જાજમ પાથરતા હોઈએ તે વખતે આપના ખમતીધરો શ્રીમંતો વિદેશ શુ કારણસર ચાલ્યા જાય છે એ વિશે કોઈને ચિંતન અને મનન કરવાનું કેમ સૂઝતું નથી
રાજકારણમાં અભ્યાસુઓ જાણકાર ટેલેન્ટ દુરંદેશી ધરાવતા માણસો આવશે તો કદાચ જાહેર જીવન શુદ્ધ અને સુંદર બનશે .લોકશાહીમાં નાગરિકો જ સત્તાના જનક છે અને એ માટેની લોકજાગૃતિ પર જ લોકશાહી ટકેલી છે.
આપના નાગરિકોમાં વિચાર કરવાની ખરાને ખરું અને ખોટાને ખોટું કહેવાની પ્રેરણા કોણ આપશે?
સમાજના હિતચિંતકો સમાજશાસ્ત્રીઓ બૌદ્ધિકો મહાજનો આગેવાનો ક્યાં ખોવાઈ ગયા?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત