કામરેજ તાલુકા આંગણવાડી કેન્દ્રો દ્વારા મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
કામરેજ તાલુકા આંગણવાડી કેન્દ્રો દ્વારા મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા
સુરતઃશુક્રવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે તેમજ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકા આંગણવાડી કેન્દ્રો દ્વારા મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.
મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા,મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ પોતાના મહામૂલા મતાધિકાર વિશે વિસ્તૃત માહિતી આપી તમામ મતદાતાઓને મતદાન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકા, મહિલા શિક્ષક, મહિલા તલાટી, આંગણવાડી વર્કર,આંગણવાડી કાર્યકરો, સખીમંડળના બહેનો, ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.