આરોગ્ય

“ડોક્ટર્સ ડે” નિમિતે અમદાવાદના પ્રતિભાશાળી ડોકટરોને સમ્માનિત કરવામાં આવ્યા

• કૌશિક આઉટડોર્સ દ્વારા તબીબી ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપનાર ડોક્ટરોને સમ્માનિત કરવામાં આવ્યાં
કૌશિક આઉટડોર્સ હંમેશાથી સમાજકલ્યાણનાં કાર્યો કરતાં મહાનુભાવોને સમ્માનિત કરતાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓએ વિમેન્સ ડે પર પણ મહિલાઓને સમ્માનિત કરતો કાર્યક્રમ યોજ્યો હતો. આ ઉપરાંત, કૌશિક આઉટડોર્સ દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણના પડકારોને દૂર કરવા માટે સમગ્ર અમદાવાદમાં 5000 છોડનું વિતરણ પણ કર્યું હતું.
કૌશિક આઉટડોર્સના ચેરમેન શ્રી કૌશિકભાઈ શાહ તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી સાકેત શાહએ સયુંકત રીતે જણાવ્યું હતું, “અમે કૌશિક આઉટડોર્સ ખાતે સમાજ પ્રત્યે પોતાની અભૂતપૂર્વ ફરજ બજાવનાર ડોક્ટર્સને સમ્માનિત કરવા માટે આ પહેલ કરી છે. કોવિડ રોગચાળામાં ડોક્ટરોએ ખડેપગે રહીને અને પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના સમાજના લોકોની સારવાર કરી છે. દરેક નાગરિક માટે ડોક્ટર ભગવાન સમાન છે. રાત- દિવસની ચિંતા કર્યા વિના ડોક્ટર હંમેશા લોકોની મદદ માટે અગ્રેસર રહે છે. આ ડોક્ટર્સ ડે નિમિતે અમે તેમને બિરદાવવા માંગીએ છીએ.”
હવે 1 જૂલાઇ એટલે કે ડોક્ટર્સ ડે નિમિતે કૌશિક આઉટડોર્સ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. તેમણે તબીબી ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપનાર અમદાવાદના પ્રતિભાશાળી ડોક્ટરોને સમ્માનિત કરવા માટે સમગ્ર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તેમના હોર્ડિંગ્સ લગાવ્યાં હતા. આ ડોકટરોમાંથી કેટલાક ડોક્ટરને પદ્મશ્રી એવોર્ડનું સમ્માન પણ મળેલું છે.
આ દિવસ એવા ડોક્ટરોના સન્માન માટે સમર્પિત છે જેઓ તેમના દર્દીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. આ દિવસ છે જે ડૉક્ટરો દ્વારા સમાજમાં આપેલા નોંધપાત્ર યોગદાનને સ્વીકારવાનો તથા તેમની મહેનત અને સમર્પણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.
અમદાવાદના ડોક્ટર્સના હોર્ડિંગ્સ લગાવીને કૌશિક આઉટડોર્સ દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં લગભગ આ પ્રથમ વાર આવું સમ્માન થયું છે. અમદાવાદના પ્રાઈમ લોકેશન્સમાં 25 જેટલાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.
કૌશિક આઉટડોર્સ સમગ્ર ગુજરાતમાં બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે વિવિધ માધ્યમો અને ઉચ્ચ લક્ષ્યાંકિત ડિલિવરી સાથે અર્બન એડવર્ટાઇઝિંગના અવકાશને એકીકૃત કરે છે. તેઓ હોર્ડિંગ્સ, રેલ્વે સ્ટેશન પ્રમોશન, ટ્રાન્ઝિટ બોર્ડ અને બીઆરટીએસ બીક્યુએસના રૂપમાં આઉટ ઓફ હોમ એડવર્ટાઇઝિંગ માટે ઉચ્ચ પ્રભાવ માધ્યમો સાથે ગ્રાહકોની અપેક્ષાઓને પહોંચી વળવા માટેનું સ્ટેજ સેટ કર્યું છે. અમદાવાદમાં કુલ 700 સ્થાનો અને ગુજરાતમાં 1700 થી વધુ સ્થાનોમાં, કૌશિક આઉટડોર્સ પાસે ગ્રાહકોની વિશાળ પહોંચ છે.
આવી જ રીતે કૌશિક આઉટડોર્સ આવી સામાજિક પ્રવૃત્તિઓ કરીને ગુજરાતમાં અને ગુજરાતના લોકોના દિલ અને દિમાગ ઉપર છવાયેલું રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button