આરોગ્ય

આ વોર્ડ માં બાથરુમ પણ પાણી નહિ હોવાને કારણે સફાઈ નથી થયા ખૂબ દુર્ગંધ મારી રહ્યા છે આ હાલત છે સ્મિમેર હોસ્પિટલ ની

સુરત: દેશ ના નમ્બર વન સ્માર્ટ સીટી સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ની આજ રોજ કોર્પોરેટર શ્રી મહેશભાઈ અણધણ અને હોસ્પિટલ સમિતિ સભ્ય બેન શ્રી રચનાબેન હિરપરા ની આકસ્મિક મુલાકાત દરમિયાન હોસ્પિટલ માં પ્રથમ માળ પર જ્યારે એક બાળકી ને તેમની માતા બહાર પેસેજ મા શરુ બોટલ ચાલતા નજરે પડતા તેમને પુછતા તેમના દ્રારા જાણ થઈ અને છેલ્લા ૩ દિવસ થી બાળકો ના ૩ વોર્ડ પૈકી એક પણ માં પાણી આવતું નથી આ હાલત છે હોસ્પિટલ ની.
ભારતીય જનતા પાર્ટી ના શાષકો ખોટા બણગા ફુકવામા જ માને છે સામાન્ય સભા માં ખોટી વાહ વાહી કરે ૨૪*૭ યોજના માટે ખોટી પાણી ની વ્યવસ્થા માટે ની માહિતી આપી ને મિડીયા ને ગેરમાર્ગે દોરે છે પણ હકિકત એ છે કે સુરત મહાનગર પાલિકા હોસ્પિટલ મા પણ પાણી પહોંચાડવા સક્ષમ નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button