ક્રાઇમ

માંડવી વન વિભાગ દ્વારા ઉંમરખડી ના જંગલમાંથી ખેર ના લાકડા કટીંગ કરી ખાનગી વાહનમાં ભરતા ઇસમ ને ઝડપી પાડ્યો

પકડાયેલ આરોપી:  નરેશભાઈ રમણભાઈ વસાવા રહેવાસી સરકુઈ ના બારડોલી ના ચીફ જયુડીશિયલ મેજિસ્ટ કોર્ટે જામીન ના મંજૂર કર્યા..

નાયબ વન સંરક્ષકશ્રી સુરત વન વિભાગ સુરતનાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ જંગલમાંથી ઈમારતી વૃક્ષોની ચોરી ન થાય અને આવા ગુન્હાઓ બનતા નેસ્તનાબૂદ થાય તે મતલબની સ્પષ્ટ સુચનાઓ આપેલ અને વન સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી સુયોગ્ય રીતે થાય તે સારુ જંગલના રક્ષણ રાતદિવસ દરમ્યાન સતત ચાલુ રહે તેવી સુચનાઓની અમલવારી સારૂ તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ માંડવી દક્ષિા રેંજનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગની કામગીરીમાં હતો ત્યારે રાત્રીના ઉમરખડી ચોકડીની બાજુના રીઝર્વ જંગલ કે.નં.૬૭૧ માં શંકાસ્પદ હરકત થતી હોાવનું ધ્યાન પર આવતા હદનો સ્ટાફ, હદના બીટગાર્ડ શંકાસ્પદ હરકતનું નિરીક્ષણ કરતા માલુમ પડેલ હતુ કે કં.નં. ૬૭૧ માં ખેરના અનામત વૃક્ષોનું કટીંગ કરી ટાવેરા ગાડીમાં અંધારામાં ખેરના લાકડા ભરતા હતા તે માહિતી રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી માંડવી દક્ષિણને ટેલીફોનિક આપતા રેંજ ફોરેસ્ટ ઓફિસર સ્ટાફના માણસોને સાથે રાખી ખાનગી વાહનમાં આવી શંકાસ્પદ હરકતમાં હતા તે પૈકી ઈસમો માંથી નરેશભાઈ રમણભાઈ વસાવાને પકડી લીધેલ અને ટાવેરા ગાડી સાથેના અન્ય ઈસમો નાસી છુટેલ હતા.

વન વિભાગ ભારતીય અધિનિયમ મુજબ ગુનો નોંધી ખેરના લાકડા તથા મુદ્દા માલ જપ્ત આગળની તપાસ ચલાવી આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૩ ના રોજ મે.બારડોલીના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબના સમક્ષ આરોપીને રજૂ કરતા નામ.કોર્ટે સરકારી વકીલશ્રી અને તપાસનીશ અધિકારીને ગુન્હા બાબતે સાંભળી ગુન્હાની ગંભીરતાની નોંધ લઈ આરોપીના જામીન નાંમજુ૨(૨૬) કરી સુરત જિલ્લા જેલ લાજપોર ને હવાલે કરેલ. આ કાર્યવાહી થતા લાકડા ચોરી કરતા ઈસમોમાં ફફડાટ આપી ગયો હતો. આ કામગીરીમાં આરએફઓ એચ. જે .વાદા તથા તેમની ટીમ જોડાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button