ક્રાઇમ

બાળકીઓનુ શારીરીક શોષણ કરનારને ૨૦વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

બાળકીઓનુ શારીરીક શોષણ કરનારને ૨૦વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

 

આ કેસ ની હકીકત એવી છે કે ફરિયાદી કે જેઓ તેમની ભોગ બનનાર દીકરી સાથે બીલીમોરા મુકામે રહે છે અને લોકોના ઘરે વાસણ-પાણી કરી ગુજરાન ચલાવે છે.ગઈ તા.૦૨-૧૨-૨૦૧૮ નાં રોજ સવારના ૦૯:૩૦ નાં અરસામાં ફરિયાદી તથા ભોગ બનનાર દીકરી અમલસાડ જવા નીકળેલા અને ફરિયાદી તેમના ઘરનું તાળું મારતા હતા ભોગ બનનારને આગળ રસ્તે ચાલવા જણાવેલ ત્યારે ફરિયાદીએ તેમના મહોલ્લામાં રહેતા હાલના આરોપીને જોયેલ. દરમ્યાન ફરિયાદીના મહોલ્લામાં રહેતા ઈસમનાઓ એ ફરિયાદીને જણાવેલ કે તેમની ભોગ બનનાર દીકરી રસ્તે ચાલતી હતી ત્યારે સુરેશભાઈ પરભુભાઈ કુંકણા (આરોપી) ભોગ બનનારને ખરાબ ઈશારા કરતો હોઈ ભોગ બનનાર પાછી વળીને આવે છે. જેથી ફરિયાદીએ ભોગ બનનારને પૂછતા ભોગ બનનારે ફરિયાદીને જણાવેલ કે તેણી ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે આરોપી સુરેશભાઈ પરભુભાઈ કુંકણા નાઓ તેણી સાથે બિભત્સ માંગણી કરી હેરાન કરતા આવેલ છે. ગત ગણપતિના તહેવાર પહેલા તા.૧૧-૦૯-૨૦૧૮ નાં રોજ તેણી ઘરે એકલી હતી ત્યારે તેમના ઘરમાં આરોપીએ તેણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હતો અને તેણે તેણીને મારી નાંખવાની ધમકી આપેલ હોઈ તેણી કોઈને કહી શકેલ ન હતી. તે જ રીતે તેણીને મારી નાંખવાની ધમકી આપી તેણી સાથે અલગ અલગ દિવસે તેણી ચોથા ધોરણમાં ભણતી હતી તે વખતે ગાયકવાડ મિલની ખુલ્લી જગ્યામાં શરીર સંબંધ બાંધેલ હતો મુજબની ફરીયાદ બીલીમોરા પો.સ્ટે.મા નોંધાયેલ.

 

આ ગુનાના કામે તપાસ પુર્ણ કરી ત.ક.અમલદાર દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરેલ.આ કેસ મે.નવસારીના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ(સ્પેશ્યલ પોકસો જજ)શ્રી તેજસ બ્રહમભટ્ટ સાહેબની કોર્ટમા ચાલતા ફરીયાદપક્ષ તર્ફે વિધ્વાન સરકારી વ.શ્રી. એ.જે. ટેલરનાઓ દ્વ્રારા રજુ કરવામાં આવેલ મોખીક તથા દસ્તાવેજી પુરાવાઓ તથા સાયન્ટીફીક પુરાવાઓ તેમજ તેઓની ધારદાર દલીલ વિગેરે ધ્યાને લઈ આરોપી ને ૨૦ વર્ષ ની સખત કેદની સજા ફટકારી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button