એન્ટરટેઇનમેન્ટ

ગુજરાત અને ભારતનું ગૌરવ ગુજરાતી ફિલ્મ “મીરાં” આ વર્ષે થશે રિલીઝ

  • જયારે વાત આવે છે સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની ત્યારે સ્ત્રી લખે છે પોતાની ગાથા
  • ફિલ્મને મળી ચૂક્યા છે અનેક એવોર્ડ્સ

દિગ્ગ્જ ફિલ્મ મેકર દિલીપ દીક્ષિત સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ “મીરાં” લઈને આવી રહ્યાં છે. આ ગુજરાતી ફિલ્મમાં અભિનેત્રી હિના વર્દે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં અવાયું છે, જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બને છે. આ દરેક ફિલ્મ કોઈને કોઈ મેસેજ આપે છે. ફિલ્મ “મીરાં” ૨૦૨૩માં સિનેમાઘરો ખાતે પ્રદર્શિત થઈ રહી છે. આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણની અને આત્મનિર્ભરતાનું મનોરંજક શૈલીમાં ઉદાહરણ પૂરુ પાડી રહી છે, જે મુસીબતોનો સામનો કરી સમાજ સમક્ષ સફળતાનું એક બહું જ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પારાને  વધુ ઊંચાઈ પર લઇ જઈ શકે તેમ છે. બોલીવુડના દિગ્ગ્જ ફિલ્મ મેકર શ્યામ બેનેગલ અને સંજયલીલા ભંસાલીની ફિલ્મ જોઈએ તે પ્રકારની આ ફિલ્મ બનાવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક અનેરા દિર્ગ્દર્શક મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, “મીરાં” ફિલ્મને ઇંટેલ્લીફ્લિક્સ પ્રોડક્શન્સ ના બેનર હેઠળ દેશ વિદેશ માંથી જેમ કે ન્યૂ યોર્ક, લોસ એન્જલેસ, શિકાગો, કેલિફોર્નિયા, ફ્રાન્સ,ઇંગ્લેન્ડ, ઇટલી, સ્વીડન, ગ્રીસ, ચીલી, તુર્કી માંથી અંદાજે 50 થી વધુ એવોર્ડ્સ મેળવેલ  છે અને હજુ અવિરતપણે  અનેક એવોર્ડ્સ મળી રહ્યા છે.

આ ફિલ્મ ના નિર્માતા શ્રી ખુશાનું દીક્ષિત છે અને ફિલ્મના લેખક અને દિગ્દર્શક શ્રી દિલીપ દીક્ષિત છે. જેમણે આ ફિલ્મ બનાવવામાં દિવસ રાત મહેનત કરી છે અને એક ઉચ્ચ કક્ષાની સમાજમાં સહુ માટે પ્રેરણારૂપ ફિલ્મ આપણી સમક્ષ લાવી રહ્યા છે. અભિનેત્રી હિના વર્દે ઉપરાંત આ ફિલ્મમાં ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, રીવા રાચ, સંજય પરમાર તેમજ અન્ય કલાકારોએ બહું સુંદર અભિનય કરી ને પાત્રો ને જીવંત કર્યા છે. આ ફિલ્મનું સુંદર સંગીત સંગીતકાર આલાપ દેસાઈએ આપ્યું છે. તેમજ તેના ગીતો અને બીજીએમ ઉત્તમકક્ષાના અને કર્ણપ્રિય છે જે દર્શકોને પસંદ આવશે. આ ફિલ્મનું શૂટિંગ પાલનપુર પાસેના ભીલડાં ખાતે 50 ડિગ્રીની અસહ્ય ગરમીમાં કરવામાં આવ્યું હતું અને દરેક કલાકારોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. આ ફિલ્મમાં ડીઓપીનું કામ પ્રસિદ્ધ સિનેમોટોગ્રાફર શ્રી સૂરજ કુરાડે એ કર્યું છે, જેમને 5થી વધુ એવોર્ડ મળેલ છે.

“જયારે વાત આવે છે સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની ત્યારે સ્ત્રી લખે છે પોતાની ગાથા”. સમાજની એક નારીની સમસ્યાનું સમાધાન દર્શાવતી મનોરંજન સાથે પ્રેરણા આપતી આ ફિલ્મ દરેક વ્યક્તિ માટે સફળતાની પ્રેરણા પૂરી પાડે છે, જે સૌ કોઈએ અચૂકપણે પોતાના સહપરિવાર સાથે જોવા જેવી પારિવારિક ફિલ્મ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button