સ્પોર્ટ્સ

ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની આજથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દબદબાભેર શરૂઆત

સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા ક્રિકેટ તકડા -2023 ટુર્નામેન્ટનું આયોજન

સુરત: વ્યાપારિક અને અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના આંગણે ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા – 2023″નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો આરંભ 8મી જૂનના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયો હતો અને ટુર્નામેન્ટનું સમાપન 10મી જૂનના રોજ થશે.

એસોસિયેશનના ધવલભાઈ નાણાવટી અને રાજેશભાઈ અજમેરા એ જણાવ્યું હતું કે સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન એ દક્ષિણ ગુજરાતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું સંગઠન છે. જે ધાંધકિય અને સામાજિક વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે. હાલ એસોસિયેશન સાથે 150 લોકો જોડાયેલા છે. ત્યારે તમામના પરિવાર એક સાથે આવે અને પરસ્પર સંબંધો મજબૂત બનાવવા સાથે એક બીજા ના સહયોગથી વ્યવસાય પણ આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે એસોસિયેશન સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહ્યું છે. જે અંતર્ગત એસોસિયેશનના સભ્યો અને તેમના પરિવાર માટે આ વખતે 8 થી 10 જૂન સુધી ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ ” કિક્રેટ તડકા – 2023″ નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટૂર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થઇ ચૂક્યો છે અને 10 મી જૂનના રોજ ટુર્નામેન્ટનું સમાપન થશે.

વધુમાં જણાવ્યું હતું કે સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન સાથે જોડાયેલા સભ્યો 30 થી 40 હજાર લોકોને રોજગાર પૂરો પાડી રહ્યા છે. ત્યારે આ એસોસિએશન માત્ર સભ્યોનું જ નહીં પણ કેટરિંગ વ્યસ્વાય સાથે જોડાયેલા તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button