ક્રાઇમ
ચાંદોદ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ડભોઇ ચાંદોદ પોલીસે બાતમી આધારે હદ વિસ્તારના તેનતલાવ ગામે રેડ કરી 29,100 ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
- આ વેપલા સાથે સંકળાયેલ આરોપી સ્થળ પર હાજર નહીં મળતા ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ચાંદોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી આર ભાદરકા ને તેનતલાવ ગામમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂનું ચોરી છુપી થી વેચાણ થતું હોવાની અંગત બાતમીદાર દ્વારા હકીકત મળી હતી જેથી વન મોબાઇલમાં પેટ્રોલિંગ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ગલાભાઈ સનાભાઇ, પો.કો મોતીભાઈ વજાભાઈ, મુકેશ ભીખાભાઈ,વિપુલ નકાભાઈ તેમજ પંચોના માણસો એ પીએસઆઇ ના માર્ગદર્શન હેઠળ તેનતલાવ ગામે બાતમીવાળી જગ્યા નરેન્દ્રસિંહ ઉર્ફે ભલીયો રમેશસિંહ માંગરોલા ના બની રહેલા નવા મકાનમાં છાપો મારતા બીજા માળે આવેલા એટેચ સંડાશ બાથરૂમ માંથી પ્લાસ્ટિકની કોથળીમાં સંતાડેલા ભારતીય બનાવટના 8PM ડીલક્ષ વિસ્કી ના ટેટ્રા પાઉચ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસની રેડ દરમિયાન ઘરમાં કોઈ હાજર નહીં મળતા ચાંદોદ પોલીસે 180 એમ એલ ના 129 નંગ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ટેટ્રા પાઉચ કિંમત 29,100 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી એક્ટ કલમ 65 (એ)(ઈ )મુજબ ગુનો નોંધી નરેન્દ્ર સિંહ ઉર્ફે ભલીયો રમેશસિંહ માંગરોલા ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી વધુ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે