પ્રેમજાળમાં ફસાવી યુવતી પર બળાત્કાર ગુજારી તરછોડી
પ્રેમજાળમાં ફસાવી યુવતી પર બળાત્કાર ગુજારી તરછોડી
સરકારી નોકરીની તૈયારી કરવા માટે ટ્યુશન કલાસીસમાં જતી ૨૩ વર્ષીય યુવતીને તેની સાથે કલાસીસમાં આવતા પુણાગામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. નરાધમ યુવકે યુવતીને તેની સાથે લગન્ કરવાના સપના બતાવ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓયો હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા બાદ લગન્ કરવાની ના પાડી તરછોડી દીધી હતી.
મળતી વિગત અનુસાર કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની ૨૩ વર્ષીય દીકરી સરકારી નોકરીની તૈયારી કરતી હતી જે માટે તેણીઍ ઓગસ્ટ ૨૦૨૩માં ટ્યુશન કલાસીસ જાઈન્ટ કર્યું હતું જે કલાલીસમાં અજય ભુપત વાઘેલા (રહે, સરીતા સોસાયટી કારગીલ ચોક પુણાગામ) પણ જતો હતો આ દરમ્યાન અજયે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેની સાથે લગન્ કરવાના સપના બતાવી વિશ્વાસમાં લઈ શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓયો હોટલમાં લઈ ગયો હતો ત્યાં અજય વાઘેલાઍ યુવતી સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધમાં શારીરીક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ અજયે યુવતીને તેની સાથે લગન્ કરવાની ના પાડી દીધી હતી. આખરે યુવતીઍ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે અજય વાઘેલા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.