ધર્મ દર્શન

 પર્યાવરણની મહતા સમજીએ

 પર્યાવરણની મહતા સમજીએ

 

ધર્મ અને પર્યાવરણ :

દરેક ધર્મની દૃષ્ટિએ પર્યાવરણનું જતન, પ્રાણી-પક્ષીઓના રક્ષણનું ખૂબ મહત્વ છે. એટલે જ ધાર્મિક કથાઓ, વાર્તાઓ, પુરાણો અને પ્રસંગોમાં તે દરેકનું રક્ષણ કરવા પ્રેરાઇએ તે રીતે ઉલ્લેખ થયેલ છે, આપણી ધાર્મીક વિધિઓમાં અને રોજીંદા કાર્યોમાં પણ એટલે જ પ્રાણીઓ અને પર્યાવરણને વણી લેવામાં આવ્યું છે. દરેક ધર્મમાં એકદમ સ્પષ્ટતાથી જીવ માત્રની રક્ષા કરવાનું અને પંચમહાભૂતનું રક્ષણ કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ પશુ-પક્ષીઓને ભગવાનના વાહન, મિત્ર અને મદદ કરતાં તરીકે દર્શાવ્યા છે. એટલું જ નહીં પરંતુ આપણે દરેક કુદરતી પરિબળોના રક્ષણ કરીએ તે માટે આપણા શસ્ત્રોએ તેમને દેવી-દેવતાઓનું સ્વરૂપ આપ્યું છે, જેમ કે પાણી માટે જળદેવી, જંગલ માટે વનદેવી, વાયુ માટે પવનદેવ, પૃથ્વી માટે ધરતીમાં, વરસાદ માટે મેઘરાજ, ભૂર્ગભ માટે પાતાળદેવ, સમુદ્ર માટે દરીયાલાલ કે સમુદ્રદેવ વગેરે…. દરેક ધર્મમાં કુદરતી પરીબળો અને પક્ષી-પ્રાણી સંરક્ષણ માટે આવી વાતો કહેવાયેલી છે.

રામાયાણમાં ગરૂડ, હનુમાનજી, રામસેતુ સમયે ખીસકોલી વિગેરે પ્રાણીઓએ ભગવાન શ્રી રામની મદદ કરેલ તેવો ઉલેખ્ખ છે.

હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર ગણી છે. કારણ તેમાં તેત્રીશ કરોડ દેવતાનો વાસ છે. ગાયનું દૂધ અનન્ય છે. આપણે ગાયની પુજા કરીએ છીએ ગીતાજીમાં ભગવાને પોતાને પ્રાણીઓમાં સિંહ અને વૃક્ષોમાં પીપળા સાથે સરખાવેલ છે.

જગન્નાથપુરીમાં બાવાઓએ તેમને ભાજી તોડવાનું કહ્યું ત્યારે શ્રી નીલકંઠે કહયું હતું ભાજીમાં જીવ છે માટે હું નહીં તોડું’, ભગવાન સ્વામીનારાયણે પોતાના સંતોને રોજ પાંચ વ્યકિતને સદાચારી બનાવવાનો આદેશ આપ્યો હતો પણ જો વ્યકિત ન મળે તો પાંચ ઝાડને વર્તમાન ધરાવવવાની આજ્ઞા કરી હતી. આથી ઝાડમાં પણ જીવ છે. શંકર ભગવાન સાપ પહેરે છે. આપણે નાગપંચમીની ઉજવણી કરીએ ત્યારે નાગની પુજા કરીએ છીએ. પિતૃતર્પણ સમયે કાગડાને વાસ નાંખીએ છીએ. વડ સાવિત્રીના વ્રતમાં વડલાની પૂજા અને પરિક્રમા કરીએ છીએ. ભરપૂર ઓકસીજન મેળવવા જંગલમાં પરિક્રમાં કરીએ છીએ. પીપળામાં બ્રહમા—વિષ્ણુ-મહેશ તેમજ પિતૃઓનો વાસ છે. એટલે જ આપણે પીપળાને પાણી રેડીએ છીએ. સિંહ અંબે—માતાજીનું આસન છે, મોર કાર્તિકેયનું વાહન છે, ગાયત્રી માતા હંસ પર બીરાજે છે, હાથી ગણેશનું સ્વરૂપ છે, ઉદર ગણેશજીનું વાહન છે. પાણીનું મહત્વ સમજાવવા નદીને મા કહી છે. ગંગામાં ને સૌથી પવિત્ર નદી કહી છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાને પાંચ વખત પશુ યોનીમાં અવતાર ધારણ કરેલ છે. નૃસિંહ અવતાર (સિંહ) મત્સ્ય અવતાર (માછલી), વરાહ અવતાર (જંગલી ભુંડ), કૃમા અવતાર (કાચબો) અને હાયાગ્રીવ અવતાર (ઘોડો) તેમજ વનસ્પતિનું મહત્વ સમજાવવા ભગવાન ધનવંતરી અવતાર પણ લીધો છે. આપણા ઘરમાં રોટલી બનાવીએ ત્યારે પહેલી રોટલી ગાય, બીજી બ્રાહમણ અને ત્રીજી કુતરા માટે કાઢી લઇએ છીએ. આપણા ધર્મ અનુસાર પ્રાણી—પક્ષીઓના રક્ષણાર્થે ગૌશાળા, પાંજરાપોળ, ચબુતરા બનાવીએ છીએ. પારસી ધર્મમાં મૃત્યુ થયા પછી શરીર ગીધ-સમડીને ખોરાકમાં ઉપયોગ થાય તે માટે પાણી વગરના કુવામાં નાંખવામાં આવે છે. ખેતર ખેડતા પહેલા અને નવું બીલ્ડીંગ બનાવવાનું ચાલુ કર્યા પહેલા આપણે ધરતી માતાજીની પુજા કરીએ છીએ.

આપણા જ દેશમાં નહીં પરંતુ દરેક દેશમાં અને તેના ધર્મમાં કોઇને કોઇ પ્રાણીને પવિત્ર ગણવામાં આવે છે અને તેની પુજા થાય છે. જેમ કે ફીનલેન્ડમાં રીંછ, સાઉથ વીયેટનામમાં વ્હેલ માછલી અને થાઇલેન્ડમાં હાથી. વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો—જંગલો આવશ્યક અને અગત્યનો ભાગભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઇડ શોષી પ્રાણવાયુ આપે છે. ઉપરાંત તેની આસપાસ ઠંડક રહે છે. ધનિષ્ઠ વૃક્ષારોપણની તાતી જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી માત્ર સરકારની જ નથી આપણી પણ છે. વૃક્ષારોપણ માટે ઘોડી દિર્ઘદ્રષ્ટિથી વિચારીએ. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય તેવા ખ્યાલમાંથી બાહર આવીએ. પાણીની વ્યવસ્થા થઇ શકે ત્યાં, ગમે ત્યારે વૃક્ષારોપણ કરીએ. બને ત્યાં સુધી સુરક્ષિત સ્થળો પસંદ કરીએ, જેમ કે…સ્મશાન ભૂમિ, કમ્પાઉન્ડ દિવાલવાળી શાળાઓ, દવાખાના, થીયેટર, મોલ કે ટ્રાફિક આઇલેન્ડસ ઉપર વધુમાં વધુ વૃક્ષો વાવીને તેની જાળવણી કરીએ. ઘરના બગીચામાં અને જાહેર સ્થાનો પર ક્ષપ પ્રકારની વનસ્પતિ વાવી શકીએ. જેમ કે લીંબુ, ગલતોરો, જાસુદ, ચાંદની, કરેણ વિગેરે.

ઇલેકટ્રીક તાર પસાર થતાં હોય બરાબર તેની નીચે વૃક્ષારોપણ ન કરીએ. ઘરમાં—બગીચામાં એવા ફળાઉ વૃક્ષની પસંદગી કરવી જે ઘરને છાંયો આપે, પક્ષીઓને આશ્રય આપે અને જેના પાન ઓછા ખરતા હોય. જાહેર સ્થાનો પર ઢોર ન ખાય તેવી વૃક્ષની જાત પસંદ કરવી..જેમ કે અરશો, ચંપો, પનેરવો, સીતાફળ, ચાંદની…વિગેરે. નાશ પામતા હોય તેવા વક્ષોને સંપર્ણ સરક્ષિત રાખી શકીએ તેવા સ્થાનો પર વાવીએ. જેમ કે ચંદન કડોયો ભીલામો, ગગળ, રૂખડો વિગેરે.

 

આયુર્વેદિક ગાર્ડન બનાવીએ. જેમા ગરમાળો, અરડૂસી, લીંડીપીપર, મામેજવો, નગોડ, અર્જુન, દૂધવો, ઇન્દ્રજવ વગેરે. ફાર્મ હાઉસ જેવી જગ્યામાં નાળિયેર, લીંબુ, સરગવો, સીતાફળ, જામફળ, આંબો, શૈતુર, વગેરેનું રોપણ કરીએ. પક્ષીઓ ખૂબ જ આવશે. ઘરની આસપાસ, બાલ્કનીમાં કે અગાસી પર શાકભાજી આપે તેવા છોડ વાવીએ.

ઘરનો સેન્દ્રીય કચરો, એંઠવાડ ભેગો કરી ખાડામાં દાટી ઘરના વૃક્ષો-છોડને માટે ખાતર તરીકે ઉપયોગ કરીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button